આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
બાલવિલાસ.

આ જે ચાર વાતો કહી તે ચારેને માટે મનુષ્યનું જીવિત પ્રવત છે, પણ તેમાં મોક્ષ એ સર્વમાં શ્રેષ્ઠ છે માટે ધર્મ, અર્થ, કામ એ ત્રણ વિષયોમાં એવી છે જે પ્રવૃત્તિ થાય, કે જેથી મોક્ષને કોઈ રીતે પણ હાનિ પહોંચે, તે તે પ્રવૃત્તિ દુષ્ટ, અધાર્મિક, અને ન ઈચ્છવા યોગ્ય છે. કામ કરવું અને તેમ ધારવું એ બે જુદી વાત છે ખરી, પણ એક ધારણા માત્ર પણ મેક્ષના માર્ગની વિરુદ્ધ કરવી એ અનીતિ છે. આમ વિવેક કરી બતાવવાનો મુખ્ય હેતુ એ છે કે નીતિ, વ્યવહાર ઇત્યાદિ પ્રસંગોના નિશ્ચય કરવામાં જે શંકા પડે છે તે ન પડે, અને સર્વદા સિદ્ધ રીતે કહી શકાય કે મોક્ષના સ્વરૂપથી કોઈ રીતે, ને કોઈ અંશે પણ, જે વિરુદ્ધ જાય તે બધું અનીતિ જ છે.


શાન્તિ.
૧૦

જુઓ, તમારી ચારે પાસા નજર કro. સૂર્ય ઉગે છે, આથમે છે, દિવસ આવે છે, રાત પડે છે, પવન વાય છે, શીતલતા વિસ્તારે છે. ઋતુઓ એક પછી એક આવે છે, ટાઢ, તાપ, વૃષ્ટિ, એમ આવી પૃથ્વીને પોષણ કરે છે; વૃક્ષો પોતાને કાલે ફળ આપે છે; ખેતરો સમયે સમયે અન્ન પૂરું પાડે છે. આમ આખી પૃથ્વી ઉપર વિશ્વની રચના ચાલ્યાં જાય છે. એક પૃથ્વીના ગોલને મૂકીને બીજી જે અનેક પૃથ્વીઓ, તારા, નક્ષત્ર, ગ્રહ ઇત્યાતિ રૂપે નજરે પડે છે તેના ઉપર જુઓ, તો તે પણ એક એકના આશ્રયથી પોત પોતાના સ્થાનમાં રહી પોતપોતાનાં કામ કરતી જણાશે. બહારની સૃષ્ટિને મૂકી તમારા શરીરની અંદરની સૃષ્ટિને જુઓ. તેમાં એક પળવાર પણ અટકયા વિના શ્વાસ ચાલ્યાં જાય છે, લોહી ફર્યો જાય છે, અન્ન પચ્યાં જાય છે, ને એ ત્રણ અન્યોન્યને મદદ કરે છે, અને એમ શરીરનાં તત્ત્વો બંધાતાં ચાલે છે. આ પ્રમાણે જે ઘટના બહાર અને અંદર સર્વત્ર વ્યાપી છે તે કેવી નિયમિત છે, કેવી એક એક જોડે સંબંધવાળી છે, છતાં કેવી શાન્તિથી અમુક રીતે ચાલ્યાં જ જાય છે. એ નિયમ અને એ સંબંધ તેમાં એક તલપુર પણ અંતર થાય એમ ધારો. તો શું પરિણામ થાય? પવન વાતો બંધ થઈ જાય, કે શરીરમાં લોહી ફરતું બંધ થઈ જાય, તો જેમ એક પાસા આખા વિશ્વની રચના ભાગી પડે, તેમ બીજી પાસા એકે એક જીવ પણ મરી જાય. એનું સાધારણ ઉદાહરણ