આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
બાલવિલાસ.

કાંઈ જાણતાં નથી. આ વિચાર કરતાં સમજાય છે કે માણસ પોતે એકલું આમાંનું કશું કરી શકે એમ નથી; પોતાને જેના વિના ચાલે નહિ તેવી વસ્તુઓ પણ પેદા કરી શકે તેમ નથી. પણ આવી કેવલ શરીરની જ રચના કરતાં જયારે માણસના મનનું બંધારણું જોઈએ ત્યારે એમ જ જણાય છે કે તેનાથી એકલા રહી શકાતુંજ નથી. તેને સર્વદા પોતાની જાતના કોઈ પણ જીવની સેાબતની અપેક્ષા રહે છે, ને ઘણું કરીને પોતાની પ્રતિજાતિનો સહવાસ તેને બહુ અનુકૂલ ને આનંદકારક લાગે છે. આમ સ્પષ્ટ જણાય છે કે માણસને પોતાના શરીરની તેમ મનની શાન્તિને માટે પોતાના કરતાં બીજા ઉપર આધાર રાખવો જ પડે છે. જ્યારે આવું છે ત્યારે એ શાન્તિમાં જરા પણ વિક્ષેપ પડે તો એને અત્યંત દુઃખ પેદા થાય એ પણ સમજવું કઠીન નથી. પરસ્પર શાન્તિથી જ વર્તવામાં માણસને શરીર અને મનનું સુખ મળે છે, બહારથી સુખ મળે છે એટલું જ નહિ, પણ પોતાના અંતઃકરણમાં પણ સર્વ પ્રકારનો સંતોષ પેદા થાય છે. માણસે જેમ બને તેમ શાન્તિ સાચવવી એ તેના શરીરનો, મનનો, સ્વભાવનો, નિયમ છે. શાન્તિ ન સાચવવાથી તેને શરીરમાં, મનમાં, સ્વભાવમાં, સર્વત્ર પીડા થાય છે, રોગ થાય છે, કલેષ થાય છે, અસંતોષ વધે છે, ને એ સર્વને લીધે એક પણ સબંધ ગમતો નથી, કોઈ પણ તેની પાસે રહેતું નથી, તેને કોઈ સહાય થતું નથી. એમ પોતાને તેમ જગતને હાનિ થાય છે.


શાન્તિ-ભાગ ૨.
૧૧

શાન્તિ સચવાય તેનો ઉત્તમ માર્ગ માત્ર એક જ છે. સર્વદા સદ્દવૃત્તિથી વર્તવું. સદ્દવૃત્તિનો આધાર રાખવાથી મનમાં અભિમાન પેદા થતું નથી, ને જેટલી આપણે આપણી પોતાની સંભાળ રાખીએ તેટલી જ બીજાની પણ રાખવાનું થઈ આવે છે. એમ થવાથી ઈર્ષ્યા કે દ્વેષ, જે આ જગતની શાન્તિ ભંગ કરનારાં કારણો છે, તે પેદા થઈ શકતાં નથી. જે મનુષ્ય આ પ્રમાણે વર્તે છે તે સર્વદા શાન્તિમાં જ રહે છે. તેને નકામી નકામી આશાઓ અને ઇચ્છાઓ પેદા થતી નથી. પેદા થાય તો પણ અયોગ્ય માર્ગ તેમને પાર પાડવાનું તેને મન થતું નથી. અતિશય સંતોષ રાખી, સવૃત્તિથી પોતાનું નિત્યકર્મ તે મનુષ્ય કર્યા જાય છે, એને સર્વની પ્રીતિ પ્રાપ્ત થાય છે; પોતાના અંતઃકરણથી પણ અતુલ આનંદ રહે છે; એવા મનુષ્ય જ્યાં હોય