આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
ક્ષમા.

પદાર્થ બીજાની પાસે જોઈ તેમના ઉપર ઈર્ષ્યા કરે છે, ઇર્ષ્યાથી ક્રોધ થાય છે. ક્રોધ કરીને માણસ પોતાનું ભાન ભુલી જાય છે. ને ભાન ભુલી જવામાંથી વિવેક એટલે સારા નઠારાનો વિચાર કરી શકતું નથી. વિવેક નાશ થતાંજ ગમે તેવે માર્ગ વળે છે, ને પોતાનો પણ નાશ કરે છે. માટે આશા અથવા ઇચ્છા એજ ક્રોધનું અને સર્વ પ્રકારનાં પાપ તથા દુઃખનું મૂલ છે. એવું નથી કે આપણે કશી ઈચ્છાજ ન કરવી, પણ એવું તો છે જ કે આપણે માત્ર પ્રયત્ન કરવું, તેનું ફલ ગમે તે થાય તે ઉપર ઇચ્છા રાખી રાગ દ્વેષમાં પડવું નહિ. કેમકે આપણા પ્રયત્નમાંથી ફલ થવું એ આપણા હાથમાં નથી. મહાત્માઓ એવો રસ્તો બતાવે છે કે દુઃખ દેખી દયા પામવી, સુખ દેખી સ્નેહ ધરવો, સમૃદ્ધિ દેખી પ્રસન્ન થવું, અને એ બધાથી વિપરીત એટલે ઈર્ષ્યા, ક્રોધ, દુર્વ્યસન, એ બધાને દેખી તેમના વિષે વિચાર પણ ન કરવો, એટલે તેની કશી ગણનાજ ન કરવી. આમ કરવાથી ક્ષમાનો ગુણ પરિપૂર્ણ રીતે સચવાય છે.

એક સાપની એવી વાત કહેવાય છે કે તેણે કોઇને કરડવું નહિ એ વાત કોઈ સંતને તેણે કહી તો તેણે ઉપદેશ કર્યો કે કરડવું નહિ, પણ ફુંફાડે તો રાખવો. આવો વ્યવહાર સંસારમાં બહુ આવશ્યક છે, કેમકે બધાં માણસ સરખી રીતે સીધાં થઈ કે રહી શકતાં નથી, એમ વ્યવહારમાં પ્રવીણ થયેલા લોક બતાવે છે. પણ સત્ય વાત તો એવી છે કે ઉચ્ચ સદ્દવૃત્તિના પ્રેમ આગળ કોઇ પણ પીગળ્યા વિના રહેતું નથી, એટલે અંતમાં તેવી સદ્દવૃત્તિ હોય તોજ બહુ છે. પણ યથાર્થ ક્રોધ પેદા થવાના પ્રસંગ પણ જગતમાં થોડા આવતા નથી. કોઈ નીચ કર્મ જોતાં કોઈ અન્યાયનો માર્ગ પ્રવતેલા જોતાં, કે કેાઈ દુષ્ટ વૃત્તિનો આવિર્ભાવ જોતાં, સદ્દવૃત્તિવાળા મનુષ્યને સહજ ક્રોધ થઈ આવે છે. આ જે ક્રોધ છે તે વાસ્તવિક રીતે ક્રોધ નથી, કેમકે તે ઈર્ષ્યાથી, કે કોઈ પ્રકારના પોતાના લાભની ઈચ્છાથી થયેલો નથી. એ ક્રોધ કેવો છે કે શાન્ત અને સરખી રીતે ભરેલા કેઇ સરોવરમાં એક પથરો નાખવાથી જે કુંડાળાં થાય છે, તેના જેવો છે. સદ્દવૃત્તિવાળું મનુષ્ય બધું જગત્ સદ્દવૃત્તિથી જ ભરેલું દેખે છે, તેમાં જ્યારે દુષ્ટ વૃત્તિરૂપી પથરો પડે છે, ત્યારે તેના હૃદયમાં સ્વાભાવિક રીતે જ આઘાત થાય છે, ને તે એક પ્રકારના ક્રોધરૂપે પ્રત્યાઘાત પેદા કરે છે. પણ એ ક્રોધથી વિવેકનો નાશ થાય એવો મોહ પેદા થતો નથી; માત્ર એટલું જ થાય છે કે જે દુષ્ટ વૃત્તિ કે દુષ્ટ આચાર પોતે દીઠાં છે તેને