આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
સ્ત્રીત્વ

કેટલાક વિશેષ ગુણે પણ સ્વાભાવિક રીતે મળેલા છે. એકલી મનની સામગ્રી મળેલી છે એટલું જ નથી, પણ શરીરના બંધારણમાં પણ સ્વભાવથી જ પોતપોતાનાં કામને અનુકૂલ ગોઠવણ થયેલી છે. આ પ્રમાણે જોઈએ તો ઉત્પન્ન કરનાર જે પુરૂષ તેને બલ, પરાક્રમ, શૂર, સાહસ ઇત્યાદિની ખરેખરી જે અપેક્ષા છે, તે સ્વાભાવિક રીતે પૂરી પડેલી છે; અને પોષણ કરનાર જે સ્ત્રી તેને નરમાશ, પ્રેમ, ધૈર્ય, ઉત્સાહ, ઇત્યાદિની જે ખરી અપેક્ષા છે તે પણ સ્વાભાવિક રીતે પૂરી પડેલી છે. આટલુંજ નથી પણ પુરૂષ અને સ્ત્રીના શરીર પણ એવા વિશેષ ગુણોને અનુકૂલ ઘડાયેલાં છે. આવી રીતે મન અને તનનો ભેદ કુદરતેજ ગોઠવ્યો છે, તે કદાપિ ટળે એવો નથી, એટલે જો કોઈ તેને ટાળવાનો પ્રયત્ન કરે તો દુઃખી થાય. પુરૂષ જો સ્ત્રીના ગુણ ધારણ કરવા બેસે, કે સ્ત્રી પુરૂષના ગુણ ગ્રહણ કરવા જાય અને કામકાજ પણ પોતાને યોગ્ય હોય તે મૂકી પોતાથી સામેની જાતિનાં પકડવા માંડે, તો તેમ કરનાર પુરૂષને કે સ્ત્રીને કેવલ દુઃખ, પીડા અને પરાજય વિના બીજું કાંઈ મેળ નહિ. આથી ઉલટી રીતે જો પુરૂષ પોતાનાં બલ પરાક્રમ શૂર અને સાહસનેજ કેળવે; તેમ સ્ત્રી પણ પોતાનાં નરમાશ પ્રેમ ધૈર્ય અને ઉત્સાહ કેળવે; તો પ્રત્યેક પોતપોતાના વર્ગમાં એવાં ઉત્તમ નીવડે કે દેવતા સમાન પ્રજાય, અને સર્વ સુખનો ઉપભોગ કરવાને શક્તિમાન થાય. સંસારમાં જેટલા કંકાસ સ્ત્રી પુરૂષો વચ્ચે થાય છે, તેનું મૂલ કારણ એજ હોય છે કે સ્ત્રીએ પુરુષના ગુણથી વર્તવા માંડતી હોય છે, કે પુરૂષો સ્ત્રીઓના ગુણથી વર્તતા હોય છે; બાકી જો સર્વે પોતપોતાના ગુણોને બરાબર ખીલવતાં હોય તો સ્ત્રી અને પુરૂષને જેવી મૈત્રી થાય, જેવા સ્નેહ થાય, તેવો બીજા કોઈને થઈ શકે નહિ.

પોતપોતાને યોગ્ય કામમાં સ્ત્રી તેમજ પુરૂષ ગુંથાવા જોઈએ. પુરુષોજ કાંઈ પણ પેદા કરવા માટે યોગ્ય છે. તેથી વેપાર રોજગાર, નોકરી, ચાકરી, કલાકૌશલ્ય એવાં જે જે કામથી માણસ પોતાની આજીવિકા પેદા કરે છે; અથવા રાજ્યવ્યવહાર આદિથી દેશનું રક્ષણ સાધે છે; અથવા બોધ આદિથી દેશના લોકનાં મન સુધારે છે; તેવાં બધાં કામ પુરૂષોને મુખ્ય રીતે કરવાનાં છે. જે જે કામમાં કાંઈ ઉત્પન્ન કરવા જેવું છે, કાંઇ કરવું પડે તેવું છે, અથવા કશા પણ પ્રકારનું મુખીપણું રાખવાનું છે, તે બધાં પુરૂષના ગુણને યોગ્ય કામ છે. એથી ઉલટી રીતે વેપાર રોજગારથી આણેલાને સાચવી કેળવીને વાપરવાનાં જે જે કૃત્યથી મનુષ્પો સુખ ભોગવે છે; રાજ્યવ્યવહાર આદિથી સાધવાનાં કામમાં પ્રીતિથી પોતાનો