આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩
વ્રત.

શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન, એ નિયમ. કોઈ પણ પ્રાણની હિંસા ન કરવી, એટલે કે મારવું નહિ એટલું જ નહિ પણ વાણીથી પણ તેને દુભાવવું નહિ તેવો દયાભાવ તે અહિંસા. જેવું હોય તેવું કહેવું તે સત્ય. પોતાનું ન હોય તે કદાપિ લેવું કે ઇચ્છવું નહિ તે અસ્તય. નિયમ પ્રમાણે ભોગ કરવો અથવા ન જ કરે તે બ્રહ્મચર્ય. જોઈએ તેથી અધિક ન ઇચ્છવું કે ન લેવું, કે પારકા પાસે કાંઈ ન લેવું, તે અપરિગ્રહ શરીરને તેમ મનને બહારથી સ્નાનાદિકવડે, તેમ અંદરથી પણ જે યોગ્ય પ્રકાર જાણવામાં હોય તેનાથી, શુદ્ધ રાખવું તે શૌચ. આહાર સાત્વિક એટલે મનને આત્મભાવમાં વાળે તેવા પ્રકારનો સાદો અને મિતરીતિથી લેવો એ પણ શૌચમાંજ ગણી શકાય. મનને જે વખતે જે પ્રાપ્ત થાય તેથી પ્રસન્ન રાખવું એ સંતોષ. શરીરની કે મનની જે ઉન્મત્ત દશા હોય તેને નરમ પાડી, આત્મભાવમાં લક્ષ્ય કરવા યોગ્ય થવા માટે, જે નિયમ કરવા તે તપ. એમાંજ ઉપવાસ, જાગરણ, કૃચ્છ, ચાંદ્રાયણ, પ્રદેશ, અમુક શાકાદિનું વર્જન, એકભુક્ત, આદિ અનેક વ્રત સ્ત્રીઓ કરે છે તેનો સમાસ છે; એટલે જે હેતુ તપ કરવા માટે બતાવ્યું તે જો એવા વ્રતથી ન સચવાતો હોય તો તે વ્રત કરવા નકામાં છે, એટલું જ નહિ પણ તેમાં દોષ રહે છે. સ્વાધ્યાય એટલે સારી વૃત્તિ પેદા કરે એવાં શાસ્ત્રોનું મનન, અથવા કોઈ મંત્ર કે નામને, તેના અર્થના ધ્યાનપૂર્વક, જપ તેમ ઇશ્વર પ્રણિધાન એટલે ઇશ્વર અથવા જેને સર્વાધાર, સર્વરૂપ જાણતાં હોઈએ તે આત્મા, કે પોતાનો પૂજ્ય પતિ તેનું જ નિરંતર ધ્યાન, અને તે જે કરશે તે જ ખરું એમ તેના ઉપર દૃઢ વિશ્વાસ. આ બે અંગમાં, માલા, પૂજા, કથા દેવદર્શન, આદિ જે જે સ્ત્રીઓ કરે છે તે સમાય છે, પણ તેમાં એ વિસરી જવું જોઈતું નથી કે પોતાનો ગુરૂ એ પોતાનો પતિ તેની આજ્ઞા વિના, અને તેણે બતાવ્યા કરતાં બીજું કાંઈ પણ કરવું ન જોઈએ. તે બધાં એ હેતુથી કરવાના છે તે હેતુ પણ પૂરા સચવવો જોઈએ. આ દશ કે તેમાંનું એકાદ વ્રત જ્યારે એવા આગ્રહથી ગ્રહણ થાય કે સર્વદા સર્વ સ્થલે ને જીવતા સુધી એજ નિયમે વર્તીશ ત્યારે તે મહાવ્રત કહેવાય છે. આ વિના ગ્રહશાન્તિ કે એવાં જે કાર્ય વિવાહાદિ પ્રસંગે કરવા પડે છે તે નૈમિત્તિક વ્રત છે; તેમ હરિદાપૂજન, કોકિલાવ્રત, ગૌરીપૂજન, માઘસ્નાન, આદિ જે જે વ્રત કરાય છે તે ઘણું કરીને કામ્ય હોય છે. કેમકે તેનો હેતુ સૌભાગ્યનું રક્ષણ એટલે પતિઆરાધન, કે પુત્રાદિનું સંરક્ષણ એટલે પ્રજાની ઈચ્છા હોય છે.

આપણું શાસ્ત્રમાં આવાં વ્રતાદિ કહ્યાં છે તેમ મુસલમાન, પારસી,