આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
બાલવિલાસ.

ક્રીશ્રીઅન, બૌદ્ધ, જૈન આદિ સર્વ ધર્મમાં કહેલાં છે–પણ સર્વત્ર તે બધાનો હેતુ, અત્ર બતાવ્યો તેનો તેજ છે, એમ સમજવું.


સંસ્કાર-ભાગ-૧.
૨૦

વ્રત નિયમ આદિનો અર્થ જાણ્યા છતાં બીજી અનેક રીતભાતનાં કારણ જાણવાનાં બાકી છે; જેમ જેમ તેમને સમજતાં જવાશે તેમ તેમ એ શાસ્ત્રોએ તેમની આજ્ઞા કરી છે તે શાસ્ત્રનો સારો હેતુ પણ સમજાશે. આપણા દેશમાં ચાર વર્ણ કહેવામાં આવે છે, એનું વર્ણન આગળ કરીશું. પણ એ વર્ણના લોકને અમુક કર્મ, શાસ્ત્ર પ્રમાણે કરવાં પડે છે. કેટલાંક કર્મ એવાં છે કે તે કર્યા વિના જે માણસ જે વર્ણમાં હોય તે વર્ણમાનો છે એમ મનાતું નથી, એવાં કર્મને સંસ્કાર કહે છે. સંસ્કાર એટલે કોઈ વસ્તુમાં કાંઈક સુધારા કરી તેના રૂપમાં વધારો કરે છે. માતાને પેટથી જન્મ થાય તે એક જન્મ, અને સંસ્કાર કરવાથી વધારે શુદ્ધતા પ્રાપ્ત થાય એ બીજે જન્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એ ત્રણને સંસ્કાર કરવામાં આવે છે. તેથી તે ત્રણે સંસ્કાર પામ્યા પછી, બેવાર, જન્મેલાં, એટલે દ્વિજ કહેવાયાં છે. સર્વ ધર્મમાં કાંઈને કાંઈ સંસ્કાર કરવાનો હોય છે, તે વિના મનુષ્ય તે ધર્મમાં યથાર્થ પ્રવેશ પામ્યું મનાતું જ નથી. બીજા ધર્મમાં સંસ્કારનાં રૂપ જુદાં જુદાં હેાય છે, પણ હેતુ અત્રે કહીએ છીએ તેવોને તેવો હેાય છે. આપણા સંસ્કાર સ્મૃતિ પ્રમાણે કરાય છે, ને તે સોળ છે, એમ કેટલાક માને છે, કેટલાક ચાવીસ કે પચીશ ગણે છે. સંસ્કારને આધારે જ આપણું સંસારમાં ઘણીક રીતભાત ચાલુ થયેલી છે, તેથી તેમનું રૂ૫ સમજવા જેવું છે.

સંસ્કારના એકંદરે ત્રણ ભાગ કરી શકાય; ને જો સોળ લઈએ તો બે ભાગ કરાય. જન્મ પામે ત્યાંથી તે પુરુષ વિદ્યા ભણીને પરણે, અને સ્ત્રીઓ વિવાહિત થઈ લગ્ન કરે, ત્યાં સુધી એક ભાગ; અને પરણ્યા પછી પ્રજા ઉત્પન્ન કરે ત્યાં સુધી બીજો ભાગ; ને જો પચીશ સંસ્કાર ગણીએ તો નિત્યકર્મ તથા મરણ પછીનાં જે કર્મ તે ત્રીજો ભાગ, વાંચનારી બાલાઓ તમે તે હજી કન્યાજ છો, માટે પરણવા સંબંધના, તેમ પ્રજાને પરણાવતા પહેલા કરવાના સંસ્કાર તમને હમણાં કહીશું નહિ, તેમ નિત્યકર્મ સંબંધી કે મરણ પછીના પણ તમને હાલ સમજાવીશું નહિ. તમને