આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉચ્ચ અને વિશાળ બને છે. એવડે જ આ “અસાર સંસાર' ખરા સારવાળો સિદ્ધ થાય છે. ટુંકામાં, આ અશ્વ-જીવ અને જગત, સર્વ–ના અંતરમાં અને બહિર રેલાતા 'रस' ની સાથે રસમય કરનાર જે મહાન શક્તિ એનું નામ ધર્મ, એનું નામ જ્ઞાન, એનું નામ જ ભક્તિ; અને એ જ જીવનનું જીવન.

પરમ જીવનની સર્વને સામાન આવશ્યક્તા છે; જેટલી પુરુષને છે તેટલી જ સ્ત્રીને છે, અને એક રીતે બોલતાં તે પુરુષ કરતાં પણ સ્ત્રીને અધિક છે; અધિક એટલા માટે કે માધુર્ય અને આર્દ્રતા જે એ 'रस' સંસ્પર્શનાં જીવાતુભૂત તત્વો છે એની પ્રથમ દીક્ષા પુરુષને સ્ત્રી પાસેથી જ મળે છે, અને ગુરુમાં શિષ્ય કરતાં અધિકતા હોવી જોઈએ એ સ્પષ્ટ છે. એક વિષયલોલુપ સ્ત્રી એના પતિને સંસારગર્તમાં ડુબાવતી જાય છે, અને ધાર્મિક સ્ત્રીનો એક શબ્દ એને અનેક વ્યાવહારિક કલહ પ્રપંચ અને સંકેચમાંથી તારે છે. સ્ત્રી ધર્મથી જ શોભે છે. કેમકે ધર્મ એ પવિત્ર રસ છે, અને રસથી સ્ત્રીનું સ્ત્રીત્વ છે.

કન્યા, પત્ની અને માતા ત્રણે અવસ્થામાં સ્ત્રીએ ધાર્મિક રહેવું, અને ભાઈ પતિ અને છોકરાને ધાર્મિક કરવાં એ મહાન કર્તવ્યમાં આ પુસ્તક થોડું ઘણું પણ સાહાય આપશે જ એમ આશા છે.

આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ.
 
પ્રસ્તાવના.

(પ્રથમાવૃત્તિની.)

"ચારિત્ર” એ વિષય ઉપર એક નાનો લેખ મેં રચેલો છે, એનો વિષય સામાન્ય રીતે સર્વ સ્ત્રીપુરુષને ઉપયોગી છતાં, પુરુષવર્ગને ઉદ્દેશીને તે લેખ લખાયો છે એમ મારું માનવું છે. તે લેખમાં માત્ર ૧૪ પ્રકરણમાં ચારિત્રના સમગ્ર વિષયનો સમાસ કરેલો છે; એટલું જ નહિ, પણ પ્રત્યેક પ્રકરણમાં વિષયોની જે ચર્ચા છે તે બહુ સૂત્રૂરપ અને કાંઈક પકવ બુદ્ધિના મનુષ્યથી સમજાય તેવી છે. એ લેખમાં સ્ત્રીઓના સવિશેષ ઉપયોગનું લખાણ મળવું અશક્ય છે તેમ સન્નારીચરિત્ર તથા આપણા ધર્મને ઉદ્દેશીને ધર્મસ્વરૂ૫ સંબંધે ચર્ચા તે પણ મળી આવવાં અશક્ય છે, કેમકે કેવલ આર્યવર્ગ માટેજ નહિ પણ સર્વ પુરૂષો માટે એ “ચારિત્ર” નામનો લેખ યોજાયેલે છે આવાં કારણોને લીધે વિષય ઘણે ભાગે, તેનો તેજ છતાં,