આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧
સન્નારી દમયંતી.

વળે છે, તેટલામાં પરશુરામ અતિ ક્રોધ પામતા આવી ચઢયા. શંકરધનુષ ભાંગ્યાનો ટંકારવ તેમણે સાંભળ્યો, અને સાંભળતાં જ તેમને ક્રોધ આવ્યો કે મારા ગુરૂના ધનુષનું અપમાન કરનાર, મેં ખોદી ખાદીને જડમાંથી કાઢી નાખેલા ક્ષત્રિય વંશને ફણગો કયાંથી ફૂટયો ! એમણે આવી રામની સાથે અતિ ભયાનક યુદ્ધ કર્યું, અને સીતાને પોતાના લગ્નનું આ મંગલાચરણ અંત અશુભ અને ભયકારક લાગ્યું. છેવટ પરશુરામે રામને ઓળખ્યા, અને રામાવતાર થયો એમ જાણી રામને નમસ્કાર કરી, આયુધ તજી તપશ્ચર્યા માટે ચાલ્યા ગયા. રામ સીતાને અનેક આશ્વાસન આપતા વિનોદ કરાવતા, અયોધ્યા લાવ્યા, અને સીતા પણ પિતાની સર્વે સાસુને, તથા સસરાને, પૂજ્યભાવથી વિનય વડે આનંદ આપવા લાગી.

આ આખા વૃત્તાંતમાંથી તમે શું સમજ્યા? એમાં ઘણી વાતો સમાયેલી છે. પણ મુખ્ય વાત એ છે કે પોતાના ગુરૂ એટલે પોતાનાથી વધારે બુદ્ધિમાન તથા વયોવૃદ્ધ જે હોય, અને જેમને આપણા હિતવિના બીજો હેતુ હોવાને સંભવ પણ ન હોય, તેવાંની આજ્ઞા નિરંતર માનવી. તેમની આજ્ઞા ન ગણકારતાં સ્વેચ્છાથી વર્તવું નહિ. પ્રથમ જુઓ તો જનકે પરશુરામની આજ્ઞા માની, તો મહોટો લાભ એ થયો કે જેવી રૂપ ગુણ અને પરાક્રમવાળા કન્યા હતી તેવો તેને રૂપ ગુણ પરાક્રમવાળો વર મળ્યો. દશરથે વિશ્વામિત્રની આજ્ઞા માની તો રામને અતિ ઉત્તમ કન્યારત્ન પ્રાપ્ત થયું, તેમ રાવણ જેવા દુષ્ટને સંહારવાના સાધનરૂપ જુમ્બકાસ્ત્રનો ઉપદેશ થયો. છેવટ સીતાએ પોતે પોતાના પિતા તથા પરશુરામની આજ્ઞા માથે ચઢાવી, રામ ઉપર પોતાનો મનોભાવ ગયેલો છતાં કશો સ્વેચ્છાચાર કર્યો નહિ, તો તેને પણ તેનું અતિ ઉત્તમ ફલ પ્રાપ્ત થયું.

સન્નારી દમયંતી–ભાગ-૧
૨૩

વિદર્ભ દેશના રાજાને કેટલાંક સંતાન સાથે દમયંતી નામે અતિ રૂપવતી એક પુત્રી હતી. જેવી રૂપવાળી હતી તેવા જ તેનામાં ઉત્તમ ગુણ પણ હતા, અને વિદ્યા તથા ઉત્તમ કુલની રીતભાતથી તે અધિક દીપી નીકળી હતી, નૈષધ દેશના રાજાને નલ એ નામનો અતિ રૂપવાન અને સકલગુણ