આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
બાલવિલાસ.

આ પ્રમાણે રાજા તપોવનમાંથી ગયો. શકુંતલાને તો વિરહને સમય બહુ પીડાકારી લાગવા માંડયો; એ વેદનામાં તેને કશું ભાન પણ રહેવા લાગ્યું નહિ એવામાં એક સમય દુર્વાસા ઋષિ આશ્રમ આગળ આવ્યા પણ તેમને શકુંતલાએ દીઠા નહિ, તેથી સત્કાર આપી શકી નહિ. તે ઋષિ બહુ ક્રોધી હતા એટલે તેમણે શકુન્તલાને શાપ દીધો કે જેનું ચિંતવન કરતી તું છેક ભાન વિનાની થઈ ગઈ છે તેજ તારી સાથે પરણવાની વાત કેવલ વિસરી જશે, ને તેને સ્વીકારશે નહિ; આમ કહીને પાછા કર્યા. પણ શકુન્તલાની સખીઓએ આ શાપ સાંભળ્યો હતો તેથી તેમણે બહુ પ્રાર્થના કરી ત્યારે ઋષિએ એમ અનુગ્રહ કર્યો કે જ્યારે કાંઈ ઓળખવાનું ચિન્હ શકુંતલા બતાવશે ત્યારે રાજાને સ્મરણ થશે. આ વાત થયા પછી કાશ્યપ આશ્રમમાં પાછા આવ્યા, તેમને શકુન્તલાના લગ્નની વાત કહી તો તે બહુ પ્રસન્ન થયા, કે યોગ્ય ગુણવાળા વરને યોગ્ય ગુણવાળી કન્યા વિધાતાએ જ મેળવી દીધી એ બહુ સારું થયું. શકુન્તલા સગર્ભા હતી એટલે, તેને જો કે કોઈ અધ્યાપી તેડવા આવ્યું હતું તો પણ, કાશ્યપે પતિને ઘેર વિદાય કરવી એ એવું ધાર્યું, કેમકે હાથી દરબારે ને દીકરી સાસરે શોભે. બહુ શિખામણ આપી અનેક આશીર્વાદ આપી, રાજાને પણ એના ઉપર પ્રીતિ રાખવાનો સંદેશો કરાવી, શકુંતલાની સખીઓએ અને કાશ્યપે પણ ગદ ગદ કંઠે શકુન્તલાને બે શિષ્ય તથા માતા ગૌતમી સાથે વિદાય કરી. એ વેળાએ પેલી સખીઓએ શકતલાને સારી પેઠે કહ્યું કે તારા પતિને વીંટી બતાવજે, એ બહુ ઉપયોગી છે, માટે સાચવજે.

સન્નારી-શકુંતલા-ભાગ ૨
૨૮

ઋષિઓએ રાજાને દેવગૃહમાં આશીર્વાદ આપી કહ્યું કે આ કાશ્યપ ઋષિની પુત્રીને તમે પરણ્યા છો,ને આ સગર્ભા છે, તેથી એને ઋષિના આશીર્વાદ પૂર્વક આપને સોપવા આવ્યા છીએ તે સ્વીકારો. રાજાને બહુ આશ્ચર્ય લાગ્યું કે આ ઋષિઓ આ શું બોલે છે. રાજા બોલ્યો કે હેં ધાર્મિક મહાત્માઓ! આ શું પાપ મારી પાસે કરાવો છો ? આ સ્ત્રીને મેં જોઈ પણ નથી, તો તેને સ્પર્શ કરી હું પાપમાં કેમ પડું ? આ ઉપરથી ઋષિઓ બહુ