આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫
સન્નારી-શકુંતલા

કોપ પામ્યા, ને શકુંતલાને ઠપકો દેવા લાગ્યા કે તે તારી મેળે એકલાં જે લગ્ન કર્યું તેનું આ ફળ ભોગવ. શકુંતલા કહે કે હું નશાની આપું. ત્યારે રાજા કહે કે સારી વાત છે. પણ શકુન્તલા આંગળીએથી વીંટી લેવા ગઈ તો તે ત્યાં હતી નહિ, તે ઉપરથી એને સ્મરણ થયું કે માર્ગમાં શક્રાવતાર તીર્થમાં સ્નાન કરતાં એ વીટી નીકળી પડી હોવી જોઈએ. રાજા કહે કે એવાં સ્ત્રીચરિત્ર અહીં ચાલવાનાં નથી, માટે સમજીને તમે તમારે માર્ગે જાઓ. પેલા શિષ્યો કહે કે અમારે એમાં કાંઈ લેવા દેવા નથી, અમે તો ગુરૂનો સંદેશો કહ્યો, અમે અમારે આ ચાલ્યા અને શકુન્તલા ! તું અમારી સાથે આવીશ નહિ, કેમકે જો તું આ રાજા કહે છે તેવી પતિત હોઇશ તો તને ગુરૂ સંઘરવાના નથી, ને જો તું એમ જ જાણતી હોય કે તું યથાર્થ પવિત્ર છે તો તારે તારા આ પતિને ઘેર દાસી થઈને પણ રહેવું ઉચિત છે. આમ રકઝક ચાલે છે, શકુન્તલા પોશ પોશ આંસુએ રડે છે, તેવામાં રાજાના પુરોહિતે કહ્યું કે મહારાજ ! આ સ્ત્રી ગર્ભીણી છે, જો એનો પુત્ર આપને જે ભવિષ્ય વાણી કરવામાં આવી છે તે પ્રમાણે ચક્રવર્તિને યોગ્ય ચિન્હવાળા થશે તો એ આપની પત્ની ખરી, નહીતો પછી યથારૂચિ કરશે, માટે પ્રસવ થતા સુધી આજ્ઞા હેાય તો મારે ઘેર રાખ્યું. રાજાએ પોતાના ગુરુનું વચન સ્વીકાર્યું; ને ઋષિઓ પોતાને સ્થાને ગયા. પણ શકુન્તલાને લઈને પુરોહિત જતો હતો તેવામાં માર્ગમાંથી જ તેને કોઈ અપ્સરા હરણ કરી ગઈ એ વાત રાજાએ જાણી ત્યારે ધર્મસંક ટળ્યું એમ જાણ વાત વિસારે પાડી.

પણ થોડાક જ દિવસમાં કેટલાક માછી એક વટી બજારમાં વેચતા હતા, તેમને રાજાનાં માણસોએ પેલી વીંટી રાજાના નામવાળી જોઈ પકડયા, ને રાજાની પાસે આણ્યા. રાજાને વીંટી જોતાંજ, દુર્વાસાના શાપની અસર મટી જવાથી, શકુન્તલાનું બધું કહેવું ખરું લાગ્યું, ને બધી વાત સ્મરણમાં આવી. માછીએ શુક્રાવતારતીર્થમાંથી પકડેલા માછલાના પેટમાંથી વીંટી મળ્યાનું કહ્યું તે પણ બંધબેસતું આવ્યું, ને માછીને છોડી મૂક્યા. પણ હવે રાજાની પીડામાં કાંઈ બાકી રહ્યું નહિ. રાજયકાર્ય તજી કેવલ શકુન્તલાનાજ સ્મરણમાં દિવસ ગાળવા લાગ્યો, અને પોતાની ભુલને માટે અતિશય પશ્ચાતાપ કરવા લાગ્યો. વળી પોતાને કાંઈ સંતાન ન હતું, એટલે શકુન્તલા જે સગર્ભા હતી તેનો પુત્ર પોતાની સંતતિ વિસ્તારત એ વિચારથી પણ રાજાનો શોક નિઃસીમ વધી ગયો. એમ અતિ દુઃખે દીન અને કૃષ થઈ જાય છે, તેવામાં ઇન્દ્ર રાજાએ, રાક્ષસની સાથે યુદ્ધ કરવા માટે