આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
બાલવિલાસ.

સુખી દેખતાંજ આંખો મીંચે છે, પણ તે સમજતાં નથી કે એમ કરવાથી સામાની ઉન્નતિ ઓછી થનારી નથી; માત્ર તેમની પોતાની નીચતાજ પ્રસિદ્ધ થવાની છે. સંસારમાં સુખ એ અતિ દુર્લભ વસ્તુ છે; તમને મળી તો તમે ભગવો, બીજાને ભેગવાવો; તમને ન મળે તો જેને મળી હોય તેને જોઈને પ્રસન્ન રહો. એમ પ્રસન્ન રહેશો તે પણ તમે જાતે જાણે સુખી હો એટલો સંતોષ થશે, ઈર્ષ્યા કરશો તો અનંત દુઃખ ભોગવશો.

ઘણાંકને એવી ટેવ હોય છે કે બીજાનો વાદ કરવો; પણ એ પણ ઇર્ષ્યાના જેવું જ છે તેથી વધારે હાનિકારક કામ છે. આપણે જેવા હાઈએ તે કરતાં વધારે જણાવવામાં આપણને બહુ વિઘ્ન નડે છે, ને પરિણામે દુઃખ થાય છે, એમ કહેલું છે. સારા માણસ તો પોતાને યોગ્ય ન હોય તેવું માન કેાઈ સહજ રીતે આપે તો તે પણ સ્વીકારતા નથી, તે પોતે જેવાં ન હોય તેવાં જણાવા રૂપી ઢોંગ તો કરવોજ કેમ ? વાદ છે તે આપણે હાઈએ તે કરતાં વધારે જણાવવાનો ઢોંગ છે, એ ખરી સ્પર્ધા નથી. પારકી હવેલી દેખીને આપણી ઝુંપડી તોડી પાડીએ તો ઘર વિના રખડી મરવાનોજ સમય આવે; પણ હવેલી દીઠા પછી તેવી મેળવવાનું મન હોય તો ધીમે ધીમે શાન્તિથી ઉદ્યોગ કરીએ તો કોઈ દિવસ ફલ મળવાનો સંભવ આવે. જેટલું જેટલું સારું દેખીએ તેટલાથી આપણને એટલી ઈચ્છા થવી જોઈએ કે આપણે પણ એવાં થવા માટે પ્રામાણિકબુદ્ધિથી પ્રયત્ન કરીએ, એવી ઇચ્છા ન થવી જોઈએ કે અરે ! એનું સુખ કેમ કરીને વણસાડું, કે મારામાં શક્તિ ન છતાં પણ એને જેવું જણાવાનો ડેાળ કરું.

પ્રસન્નતા.
૩.

આપણા જીવિતને સુખવાળું કરવું કે દુઃખવાળું એ જેટલું આપણું પોતાના ઉપર આધાર રાખે છે એટલુ બીજાના ઉપર નથી રાખતું. ઘણાંક માણસનો સ્વભાવજ એવો હોય છે કે તે કોઈ પણ મંડલીમાં આવી મળે કે તે મંડલીને આનંદમય કરી નાખે, તે ત્યાં ન હોય ત્યારે તેમની ખોટ સર્વને લાગે. એથી ઉલટી રીતે કેટલાંક માણસ એવાં જ હોય છે કે જ્યાં જાય ત્યાં કાંઈને કાંઈ કલેશ ઉપજાવ્યા વિના રહે નહિ, ને તેમના જવાથી સર્વને સંતોષ થાય. આટલું થવાનું કારણ માત્ર એટલું જ છે કે તે માણસો