આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
પ્રસન્નતા.

પોતે જેવા સ્વભાવના હોય તેમજ તેમને બધું મળી આવે છે; એટલે કે તે પોતે પોતાને જોઈએ તેવું બનાવી લે છે.

પ્રસન્નતા એ મહેટો ગુણ છે, પણ તે કોઈ એકાદ મૂલગુણ નથી. ઘણું ક કારણે કે ઘણાક ગુણ ભેગા થવાથી છે પરિણામ આવે છે તેને પ્રસન્નતા કહે છે. પ્રસન્નતા એટલે આપણી જે સ્થિતિ હોય તેનાથી સંતોષ પામી સુખી થવાની વૃત્તિ, આવું જે થવું તે સંતોષ, ધૈર્ય, શક્તિ આદિ અનેક શુભ ગુણોના બલથી જ થાય છે; એની મેળે થઈ શકતું નથી. જે સર્વ સ્થલે અને સર્વ સમયે સંતોષથીજ રહે છે તે નિત્ય પ્રસન્ન રહે છે. એટલી વાત આપણે કદાપિ વિસરી જવી ન જોઈએ કે આ જગતમાં આપણને જે પ્રાપ્ત થાય છે તે આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી, એટલે શ્રમ કર્યો જતો પણ જે ફલ થાય તેથી નિરંતર સંતોષ રાખી પ્રસન્ન રહેવું. આ વાત નઠારી છે, ફલાણું હલકું છે, અમુક મને ગમતું નથી, એમ આપણે આપણી પોતાની સ્થિતિ વિષેજ જ્યારે બડબડાટ કર્યા કરીએ છીએ, ત્યારે આપણને કદી પણ નીરાંત વળતી નથી, ને સુખે રોટલો આપણાથી ખવાતો નથી. જેટલું ને જેવું જોઈએ તેવું જગતમાં મહોટા રાજાને પણ મળેલું નથી કે મળતું નથી, તો આપણે એવી વિના કારણ પીડા શા માટે વહોરવી?

દુ:ખને સમયે હરબડી જતા પહેલાં વધારે દુઃખી લોકોએ એ જે ધીરજ રાખી હોય તે સંભારવી, અને સુખની વખતે ફુલાઈ જતા પહેલાં સુખી છતાં દુઃખી થયેલાંને સ્મરણમાં લાવવાં. એમ સતેષ ઉપર મનને ચેટાડવું. એમ થવાથી અંતઃકરણ સર્વદા પ્રસન્ન રહેશે, સર્વત્ર પ્રસન્નતા જ દેખાશે, અને બધે પ્રસન્નતા પેદા કરવાનું કારણ થઈ શકાશે.

જેનામાં પ્રસન્નતા નથી તેજ માણસ દુઃખી છે. પ્રસન્નતાનો એટલો બધો ચમત્કાર છે કે તેનાથી ઘણાક રોગ થતા અટકે છે, કે થયા હોય તો ઓછા થાય છે. એટલે અપ્રસન્ન માણસ મનમાં જ દુ:ખી રહે છે કે કલેષ પામે છે એટલું જ નહિ, પણ તેનું શરીર પણ નઠારૂં થઈ જાય છે. વળી અપ્રસન્નતા અનેક દુર્ગુણનાં પણ બીજ રોપે છે. જે માણસ બહુ અસંતોષી અને અપ્રસન્ન છે તેનામાં ઈર્ષ્યા અને લોભ એ બે મહા દુર્ગુણો પ્રવેશ કરે છે. જે લોક પોતાના કરતાં પ્રસન્ન અને સુખી હશે, તેની તેમને ઇર્ષ્યા થશે; અને ગમે તે રીતે પણ પ્રાપ્તિ કરવાની ઇચ્છા થવા રૂપી તેમને લોભ પદા થશે. ઇર્ષ્યા અને લોભથી માણસો જે કુકર્મ કરે છે, ને જે દુઃખ તે વેઠે છે, તથા સર્વદા પીડાય છે, તેનાં દષ્ટાંત આપણે નિત્ય

૧૦