આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
બાલવિલાસ.

દેખીએ છીએ. એક કુકર્મ બીજાં દશ કરાવે છે, કેમકે તે વિના પ્રથમનું કુકર્મ ઠંકાતું નથી, પણ પરિણામે બધાએ છતાં થાય છે, ને અનંત પીડા પેદા કરે છે. અપ્રસન્તાની ટેવમાંથી અનેક અનર્થ ઉપજે છે, માટે સર્વદા પ્રસન્ન રહેવાનોજ પ્રયત્ન કરવો.

કોઈ માણસની પ્રકૃતિજ એવી હોય છે કે તે બેલતાં પણ વઢી પડે છે, સહજમાં માઠું લગાડી બેસે છે, ને એમ કોઈ રીતે નિરાંત વાળી બેસતાં નથી. સ્પષ્ટ રીતે આપણા ઉપર આવે તેવાં જે વચન ન હોય તે વિના શકભરેલા વ્યંગ્ય આપણે માથે ખેચી લઈ અપ્રસન્નતા વધારવાની કશી અપેક્ષા નથી. એનાથી આપણને કે કોઈને કશો લાભ નથી, આપણે આપણી જાતથી જ પ્રસન્ન હોઈએ તો બીજાને કાંઈ કહેવાનો સમય જ આવે નહિ; અને એવો આપણને નિશ્ચય હોય તો બીજાની સાથે શંકા ઉપરથી વિરોધ કરીને અપ્રસન્નતાનો કલેષ વહોરવો નહિ. આમ કરવાની ટેવ હોય એ ખોટી છતાં પણ કાંઈક કારણવાળી ગણાય; પરંતુ કેટલાંકને તો એવી નઠારી ટેવ હોય છે કે તે એક સામાન્ય વિનંતિ કે ઉપકાર પણ પ્રસન્નતાથી કરી શકતાં નથી. આજ્ઞા કરવાનેજ જાણે તે અવતર્યા હોય, સામા માણસનાં મન દુભવવાનોજ તેમનો ધંધા હોય, બીજાની દરકાર ન કરવી એજ તેમનો હક હોય, તેમ તેવાં માણસ નિરંતર વર્તે છે. જેને મીજાજ કહેવાય છે તેવા મિજાજવાળા માણસ ઘણું કરીને આવાંજ હોય છે, તેમને પોતાની જાતની એટલો મહોટો વિચાર હોય છે કે તેમના મનમાં બીજાંને માટેના વિચારને એક તલપૂર પણ સ્થાન મળી શકતું નથી. તેમને બધી વાત નાની નાની લાગે છે, તેમને જે માન મળે તે પણ પોતાને યોગ્ય હતું તે કરતાં ઓછું છે એમ લાગે છે. આવું થવાથી તેવાં માણસ નિરંતર અપ્રસન્ન રહે છે, તેમને કશું ગમતું નથી. તેમને બધી વાતોમાં કાંઈને કાંઈ ખામી જણાય છે, ને એમ તે જ્યાં જાય ત્યાં કલેષ પેદા કરવાનું કારણ થઈ પડે છે. ઘરમાં સ્ત્રી પુરૂષ છોકરાં છૈયાં જાણે કોઈ વાઘ આગળ ઉભાં હોય તેમ તેના આગળ ફરે છે; બહાર લોકમાત્ર તેનાથી દૂર રહી ચાલ્યા જાય છે. એટલું છતાં પણ તેને કોઇ ઠેકાણે પ્રસન્ન થવા જેવું જણાતું નથી. આવાં માણસને સર્વ ધિક્કારે છે, તેમનું એક પણ કામ સારૂ થતું નથી, અને તેમને પોતાને પણ અત્યંત કલેષ થાય છે. એ બધાનું કારણ શું? માત્ર અપ્રસન્નતા. ઘણાંક એમ જાણે છે કે એવો મીજાજ રાખવો એ ઉચ્ચ કુલની નિશાની છે, અધિકારની નિશાની છે, કે કોઈ ઉત્તમ યોગ્યતાનું