આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫
પ્રસન્નતા.

ચિન્હ છે. પણ ખરી વાત તો એવી છે કે જે કુલવાન છે, જે ખરાં અધિકાર યોગ્ય છે, કે જેનામાં કોઈ ઉત્તમ ગુણ છે, તે તો સાળ જેવાં નમ્ર હોય છે, સર્વત્ર પ્રસન્ન હોય છે, અને કોઈને કલેષ કરાવવામાં કે દુભાવવામાં પોતાની નીચતા સમજે છે.

પ્રસન્ન્તા-ભાગ-૨.

પણ જાતે પ્રસન્ન રહી બીજાને પ્રસન્ન રાખવામાં અતિશય નમ્રતા ધારણ કરવી એ ઠગાઈ ગણાય છે. માણસને નિરંતર જેવું પોતે હોય તેવું જ જણાવવાનો પ્રયત્ન કરવો. ધને, વિદ્યાએ, અધિકાર, કે કોઈ રીતે પોતાનામાં જે ન હોય તેનું ડોળ કરવું નહિ. એમ કરવાથી અનેક વિટંબનામાં પડાય છે. પ્રસન્ન રહી બીજાને પ્રસન્ન રાખવાં એમાં પણ આપણે જાતે પ્રસન્ન રહેવાનોજ પ્રયત્ન કરો, અને તે પ્રસન્નતા બીજાને પણ બતાવવી એટલોજ હેતુ છે ; હા, કોઇ વાર આપણી અપ્રસન્નતાનાં કારણ ઘણાં ગુહ્ય હોય છે, ને તે બીજા આગળ જણાવાતાં નથી, તો તે ન જણાવવાં, પણ તેટલા માટે આપણી અપ્રસન્નતા બીજા ઉપર નાખવાની કશી જરૂર નથી. સામાને પ્રસન્ન રાખવા માટે તેના દોષ તેને ન જણાવવા, અથવા તેની ખાટી પ્રશંસા કરવી, કે આપણે જેવી વૃત્તિ તેના પ્રતિ ધરાવતાં હાઇએ તે કરતાં જુદી સમજાવવી, એ બધાનું નામ ખુશામદ કહેવાય છે, ને તે બહુ હલકા માણસનું કામ છે. ખુશામદ છે તે જે ઈચ્છાથી કરવામાં આવે છે તે ઇચ્છાને તે કોઈવાર પણ પાર પાડી શકતી નથી. કેમકે જેની ખુશામદ કરવામાં આવે છે તે માણસ પોતાની કીમત જાણતોજ હોય છે એટલે ખોટી ખુશામદથી કવચિત જ રાજી થાય છે, ને જે ખરા સારા માણસ છે તે ખુશામદને બહુજ ધિક્કારે છે. કોઈને એ રીતે પ્રસન્ન કરવા જવું નહિ; એમાં તે માણસ પ્રસન્ન થતું નથી, ને આપણે જુઠું બોલવાનું પાપ કરીએ છીએ. જેને જેવું હોય તેવું કહેવું ને આપણે જેવાં હોઈએ તેવા જણાવું, એજ ખરા સત્યનો નિયમ છે : પણ તેમાં એ આપણે ધારીએ તેટલી નરમાશ વાપરી શકીએ. બોલવા બોલવામાં પણ ફેર છે, એકની એક વાત અનેક રીતે કહેવાય છે. તે જેમ બને તેમ સામા માણસને માઠું ન લાગે તેવી નરમાશથી વ્યવહાર રાખવામાં આપણી તેમ તેની બનેની પ્રસન્નતા સારી રીતે સચવાય છે; અને એવી નરમાશથી કહેલું તુરત અસર કરી શકે છે.