આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૭
સ્વાશ્રય.

નાચે તેમાં તેમની માતા કે તેમના પિતા તેમને મારનાર નથી એમ તેમને લાગવું જોઈએ, પણ તે એકલાં હોય ત્યારે પણ તેમને એમ રહેવું જોઈએ કે અમુક વાત મારાં મા અથવા મારા પિતા સારી ગણશે નહિ, અને તે હું કરીશ તો મને તે પોતાનું પ્રિય ગણશે નહિ એમ સર્વત્ર. આમ એક પાસા ખુશામદ કે ખોટાં લાડમાં ન પડી જતાં, તેમ બીજી પાસા અતિશય કઠિન કે કરડાં ન થતાં, ચોગ્ય નરમાશથી સર્વ પ્રસન્ન રહે તેમ વર્તવું, અને તેવા વર્તનમાં પણ મુખ્ય કારણ એજ જાણવું કે આપણા પોતાના અંતઃકરણમાં પ્રસન્નતા સંઘરવી.

સ્વાશ્રય-ભાગ-૧

તમે લાવરી અને તેનાં બચ્ચાની વાત તો જાણતાંજ હશો. એક ખેતરમાં લાવરીએ માળો કરી પોતાનાં બચ્ચાં ઉછેર્યા હતાં. તે ખેતર કાપવાનો સમય થયો ત્યારે ખેડુતે વિચાર કર્યો કે આપણા ભાઈબંધ સ્નેહીને બોલાવી કાલે કાપણી કરીશું. આવું સાંભળ્યું તો પણ લાવરી બચ્ચાને લઈ ઉડી ગઈ નહિ. બીજે દિવસે ખેડુતને સહાય થવા કોઈ આવ્યું નહિ, ત્યારે તેણે વિચાર કર્યો કે કાલે તો અવશ્ય કાપણી કરવી, ને તે માટે ફલાણાકાકા, ફલાણા ભાઈ, આદિને બોલાવી લાવવા. આ સાંભળીને પણ લાવરી ખશી નહિ. બીજીવાર પણ ખેડુત નિરાશ થયો. છેવટ તેણે પોતાના છોકરાને કહ્યું કે હવે તો કાલે વહેલા ઉઠીને આપણે બે જણજ મંડીશું કે બેએક દિવસમાં પાર આવે આવું સાંભળતાજ લાવરી બચ્ચાંને લઇને નાશી ગઈ કેમકે તેને નિશ્ચય થયો કે ખેડુતે પોતેજ પોતાનું કરવું ધાર્યું છે તો તે થશે. એ વાતનો સાર એટલો જ છે કે પોતા વિના બીજાની આશા રાખી કોઈ પણ કામ પાર પાડવાનું ધારવું એ કેવલ નિરાશ થવાની વાત છે. એજ અર્થથી કહેવામાં આવ્યું છે કે " પારકી આશ સદા નિરાશ, “આપ સમાન બળ નહિ, મેઘ સમાન જલ નહિ.” આપણે જે કામ સાધવું હોય તેનું યોગ્ય જ્ઞાન અને તે પ્રમાણે કરવાની ચીવટ જેવી આપણને પોતાને હોય તેવી બીજા કોઇને હોઈ શકે નહિ; ને એટલા માટે તે કામ આપણાથી જેવું થાય તેવું બીજથી થઈ શકે નહિ. કોઈ પણ કામ કરવામાં તે કામના રૂપનું અને તે કરવાનાં સાધનનું યોગ્ય જ્ઞાન હોવું જોઈએ એ પહેલી વાત છે. બીજી વાત એ છે કે તે જ્ઞાન પ્રમાણે પાર ઉતારવા જેટલો આગ્રહ અને ઉદ્યોગ પણ જોઈએ. જેનું જે કામ હોય તેને તે કામનું પૂરેપૂરું જ્ઞાન હોય છે, કે જેને તે કામનું ફૂલ