આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮
બાલવિલાસ.

પામવાનું છે. તેને તે કામમાં મંડવાનો આગ્રહ અને ઉદ્યોગ હોય છે. એટલે કદાપિ બીજા પાસે કામ કરાવવું પડે તોપણ તેમાં આપણે પોતે ભાગ લઈએ તેના જેવું સારૂ તે કદાપિ થાય નહિં. બધું પોતાને હાથેજ કરવું એમ આ લખવાનું તાત્પર્ય નથી, પણ આપણે જે કરવું હોય, જે જોયતું હોય, તે બધા માટે પારકાનાજ ઉપર આધાર ન રહેવો જોઈએ, એટલું આ પ્રમાણે લખવાનું તાત્પર્ય છે.

પ્રવૃત્તિ વિશ્વના પાઠમાં કહ્યું છે તેમ પ્રવૃત્તિ ન હોય તો માણસનું જીવિત વિષમ થાય છે, તેનાં શરીર અને મન એ બગડે છે, ને નવરા બેઠાં નખોદ વાળવાનું સુઝે છે. પણ એ વિના બીજું ન્યાયનું પણ કારણ છે, જે વિચારી આપણે સર્વદા પ્રવૃતિમાં રહેવું આવશ્યક છે. આપણે જેટલું ખાઈએ છીએ, ભોગવીએ છીએ, વાપરીએ છીએ, તેટલું કોઈ પણ પ્રકારના શ્રમ વિના પેદા થયું નથી, એ તો નિશ્ચય છે તો એ શ્રેમમાં આપણે કેટલો ભાગ લીધે છે? બીજી રીતે કહીએ તો આપણે આપણા ભોગવવામાં આવતી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કેટલું મુલ્ય આપ્યું છે ? બાપદાદા પાસેથી પ્રાપ્ત થયું હોય તેને જ ભોગવ્યાં કરવામાં પણ આપણે અન્યાય કરીએ છીએ, કેમકે તેમને પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરતાં શ્રમ તો પડયોજ હશે. તો તેમાં આપણે કેટલા ભાગ આપીએ છીએ? આપણને જે પ્રકારનો ઉદ્યોગ કરતાં આવડતો હોય તે પ્રકારનો શ્રમ કરી આપણે આપણા ઉપભોગની વસ્તુઓનું મૂલ્ય વાળી આપવું જોઈએ. પારકા ઉદ્યોગની ફલ ભોગવવાની આશાથી તો પોતાને હાનિ થાય છે, એટલું જ નહિ પણ પરિણામે આખા દેશને હાનિ થાય છે, કેમકે જે વસ્તુને આપણે ભોગવીને નાશ કરીએ છીએ તેને સ્થાને બીજું કશું નવું પેદા કરતાં નથી. જો પ્રત્યેક મનુષ્ય પારકાનું પેદા કરેલું ભોગવવાનો નિશ્ચય કરીને બેસે તો આખા દેશમાં ખાવાનું કે પીવાનું કાંઈ રહે નહિ, પેદા થાય નહિ, ને સર્વે મરી જાય. આવું છે એટલે કે માણસ, કોઈ પણ પ્રકારનો ઉદ્યાગ કે શ્રમ કરી, પોતે જે ભોગવે છે તેને બદલે પોતાનાં જાતિભાઇને આપતું નથી, તે આખા દેશને હાનિ કરે છે. પોતાની જાતને તેના આળસથી હાનિ છે એટલે તે આત્મદ્રોહી તે છેજ, પણ વળી તે દેશદ્રોહી પણ હમણાં બતાવ્યું તે રીતે થાય છે. આમ માણસોએ કોઈ દિવસ પરોપજીવી, એટલે પારકાને આધારે જીવનારાં થવું નહિ, કોઈ પણ પ્રકારનો ઉપયોગી શ્રેમ કરવાનો સર્વદા પ્રયત્ન કરવો, અને તે શ્રમથી જે