આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૯
સ્વાશ્રય.

ભોગવાય તેમાંજ સંતોષ અને સુખ માનવાં. વંશપરંપરાની આવેલી સમૃદ્ધિ ભાગવતાં પણ તેનું મૂલ્ય, કોઈપણ પ્રકારનો ઉપયોગી શ્રમ કરીને વાળી આપવું. આવું છે માટે જ સર્વદા ભીખને નિંદી છે, તેનાથી પોતાને તેમ આખા દેશને હાનિ છે; જેટલાં ભીખારી વધે તેટલું જ આખા દેશને દુઃખ છે. એથી આગળ વિચારીએ તો માણસોને ખરીદ કરી ગુલામગીરીમાં રાખવાનો જે ચાલ કેટલાક દેશમાં હતો તેમાં જે અગણિત હાનીઓ સમાયેલી છે તેમાંની મુખ્ય એ હતી કે તેવા ગુલામને લીધે તેટલા શેઠ નવરા બેસી રહેતા ને દેશને હાનિ કરતાઃ અને ગુલામો પાસે પોતાનાં કામ કરાવતા, તે પોતે કરે તેવાં, કે ગુલામો પોતે સ્વતંત્ર હોય ને કરે તેમ ન થવાથી તેમાં પણ દેશને હાનિ થતી. પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો, ને પારકા ઉપર આધાર ન રાખવો, એનું નામ સ્વાશ્રય. જે ખરાં સ્વાશ્રયી મનુષ્ય છે તે તો પોતાને યોગ્ય ન હોય એટલે પોતે જેને બદલો કોઈપણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય, તેવાં ફલને કદાપિ સ્વીકારતા નથી. તેમને પોતાનાં બલ અને પરાક્રમ ઉપરજ વિશ્વાસ હોય છે, ને તેનાથી જે પ્રાપ્ત થાય તેને મોટી સમૃદ્ધિ માને છે. તેમને ધનવાન્ થવાની, અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઈચ્છા નથી હોતી એમ નથી, તે પણ બધું પોતાના બાહુબલથી જ મળે તો ભોગવે છે, નહિ તો પારકી ખુશામદથી તે લેવાને કદી ઈચ્છતા નથી, તે ન મળે તેથી શોક પામતા નથી.

સ્વાશ્રય–ભાગ ૨

જગન્નાથ પંડિતને પોતાના પરાક્રમનું એવું અભિમાન હતું કે તેણે પોતાના પ્રસિદ્ધ રસગંગાધર નામના ગ્રંથમાં દષ્ટાન્તો આપવા માટે પણ પારકાં કાવ્ય લેવાં ઠીક ધાર્યા નથી, ને તેણે લખ્યું છે કે “ કસ્તૂરી ઉત્પન્ન કરી શકે તેવો મૃગ શું પુષ્પના ગંધને સેવશે ? ” પારકા ઉપર આધાર ન રાખવામાં ખરો પુરૂષાર્થ સમજી, રાજમુકુટ તજી ખાખમાં રમતા શ્રી ભર્તુહરિએ કહ્યું છે કે “ગંગાના તરંગની ઝીણથી શીતલ થયેલાં, અને વિદ્યાધરાદિ દેવથી રમણીય થયેલાં, એવાં હિમાલયનાં સ્થાન શું લય પામી ગયાં છે ? કે મનુષ્ય અપમાનયુક્ત પરપિંડ ઉપર આસક્તિ ધરી રહ્યાં છે ? સંસારમાં વસવું તો પોતાના જ બાહુબલે પ્રાપ્ત કરેલા ઉપર સંતોષ રાખવો, ને તેમ ન થઇ શકે તો પારકાના ઉપર આશા રાખી પડયાં