આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
બાલવિલાસ.

રહેવા કરતાં સંસારમાંથી જતાં રહેવું, ને ફલ ફૂલ ઉપર નિર્વાહ કરવો તે સાર, એમ એ કવિના લખવાનો હેતુ છે. આવી વૃત્તિના માણસોએ જ જગતને ઘણામાં ઘણો ઉપકાર કર્યો છે, તેમ પોતાનાં નામ અમર કર્યા છે. નાનપણમાં જ છોકરાની ટોળીમાં રમવાના સમયથી પણ પોતે બધાંનાં નાયક થવાની ઈચ્છા રાખનારા, કે નીશાળીમાંના પાઠ કરવામાં “ પરીક્ષામાં કોઈનામાંથી જોઈ લેવાશે” એવી આશા રાખવામાં જ પાપ ગણનારાં મહોટપણે અતિ પરાક્રમી અને ઉપયોગી થઈ પડયાં છે. કોણ એ માને કે પહાડ પર્વતની બખોલમાં ઉછરેલો એક હવાલદારનો છોકરો ચક્રવતી રાજા થશે? પણ તેજ શિવાજી. કોણ એમ ધારે કે તુંલોનના એક ખારવાનો ગરીબ છોકરો આખા યુરોપને ધૂજાવશે? પણ તેજ નેપોલીઅન. એક સૂતારનો છોકરો એક દિવસ કોઈ ન્યાયસભામાં એક સિહાસનને રંધો મારતો હતો, ત્યારે તેની કોઈએ મશ્કરી કરી કે એને આટલું ઘસી ઘસીને કેમ સાફ કરે છે? પેલે છોકરે કહ્યું કે “એક દિવસ મારે એના ઉપર બેસવાની ઈચ્છા છે.” તો તે સાંભળીને સર્વને હસવું આવ્યું, પણ ખરેખર તે છોકરો છેવટ તે સિહાસન ઉપર બેઠો, ને કોર્ટનો જડજ થયો ! જેણે વરાળયંત્રનો ઉપયોગ બનાવ્યો છે તે કોણ હતો ? ઇંજીનમાં વરાળને જવા આવવાના માર્ગમાં હાલ જે કળ રખાય છે, તે ઠેકાણે એક ઢાંકણું રખાતું તેને ઉધાડ અટકાવ કરનાર મજુર હતો, પણ તેણે જ હાલની જે કળ તે ઠેકાણે મૂકાય છે તે શોધી કહાડી છે ! વિદ્વાન, પંડિત, આચાર્યો એજ પ્રમાણે ઘણા અપ્રસિદ્ધ સ્થાનથી અકાલે પણ સૂર્યના જેવા પ્રકાશી નીકળ્યા છે. પણ તે સર્વેના પરાક્રમની કુંચી માત્ર એક જ હતી, સ્વાશ્રય. નાનામાં નાની વાતથી તે મોટામાં મહોટી સુધીમાં તે બધા લોક સ્વાશ્રય વિના બીજાને આધાર જ રાખતા નહિ.

સ્વાશ્રયમાં જ ઘણાક ઉત્તમ ગુણો ખીલી નીકળે છે, ને તે ગુણોથી જ માણસ સુખી થાય છે, અને પૂજ્ય ગણાય છે. જે મહાન ગુણ સ્વાશ્રયથી ઉત્પન્ન થાય છે, તે સંતોષ છે અને તેની જ જોડે ધૈર્ય પણ ચાલ્યું આવે છે. સંતોષી અને ધૈર્યવાન સ્વાશ્રયી મનુષ્ય પ્રમાણિક અને ન્યાયી થાય છે, સ્વાશ્રય, સંતોષ, ધૈર્ય અને ન્યાય, તથા પ્રામાણિકતા, એટલા ગુણોનું નામજ સ્વતંત્રતા કહેવાય છે, જેની તેની વાતની નાજ પાડયાં કરવી, કે જેમાં તેમાં દોષ કાઢવા, કે સર્વનું અપમાન થાય તેવી ઉદ્ધતાઈ રાખવી, એનું નામ સ્વતંત્રતા નથી. સ્વતન્નતા છે તે એટલે સ્વાશ્રયી છે. તે ઉદ્યોગી હોય, દયાલુ