આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧
સંસ્કાર-ભાગ-૩

અને શુદ્ધ હોય, એમાં તો કહેવું જ શું? ટુંકામાં સ્વાશ્રયથી સદ્દવૃત્તિનો ખરો ઉદય થાય છે, ને સર્વદા કલ્યાણું પેદા થાય છે. સ્વાશ્રય વિના કેાઈ સુખી કે મહાટું થઈ શકયું નથી વગવસીલાથી કે ખુશામદ ગુલામગીરીથી કદાપિ કેાઇને અધિકાર કે દ્રવ્ય પ્રાપ્ત થાય, પણ તે યોગ્ય રીતે દીપે કે ભોગવાય તે માટે તો રવાશ્રયનીજ અપેક્ષા છે, એટલે જો સ્વાશ્રય ન હોય તે તેવું જે મળ્યું હોય તે પણ લાંબું ટકતું નથી માટે સર્વત્ર સ્વાશ્રયજ વિજયી છે, સ્વાશ્રયજ પૂજાય છે, એમ યથાર્થ સમજી નિરંતર આપણા પોતાના ઉપર આધાર રાખવો. જે આપણાથી થઈ શકે તેની પારકા ઉપર આશા ન રાખવી, જે આજ થાય તેને કાલ ઉપર ન રાખવું, જે સવારે થાય તેને સાંજ ઉપર ન ધકેલવું, ને ક્ષણ પણ ઉદ્યાગથી વિરામ ન પામવો. ભણવામાં, રમવામાં, ખાવામાં, વ્યવહારમાં, ધર્મમાં; સર્વત્ર સ્વાશ્રયનોજ વિજય છે, માટે તેવી ટેવ બાલકપણાથીજ પાડવી.

સંસ્કાર-ભાગ-૩

તન, મન અને આત્માને ઉન્નતિએ પહોંચાડવાના છ સંસ્કારનું વર્ણન સંસ્કાર વિષેના પહેલા પાઠમાં કર્યું છે. જયારે મનુષ્ય શરીરને દઢ કરી, મનને ઉત્તમ વિઘાથી શુદ્ધ કરી, અને આત્માને ધર્મના અભ્યાસથી ઓળખી, સર્વ પ્રકારે યોગ્ય થાય છે, ત્યારે તેને આ સંસારનાં કર્મમાં પ્રવેશ કરવા માટે વિવાહ કરવા આવે છે. પુરૂષોનો ધર્મ ઉત્પન્ન કરવાનો છે. સ્ત્રીઓનો પોષણ કરવાનો છે; પુરૂષ જે ઉપાર્જન કરી લાવે તેને સારી રીતે કેળવી સાચવીને ઉત્તમ રીતે ભોગવવું ભોગવાવવું એ સ્ત્રીનું કામ છે. પુરૂષ બલ પરાક્રમ ઈત્યાદિ ઉગ્રભાવની પ્રધાનતાવાળ છે, સ્ત્રીઓ કોમલતા, પ્રેમ, ઇત્યાદિ મૃદુભાવની પ્રધાનતાવાળી છે. સર્વ રીતે જોતાં સ્ત્રી વિના પુરૂષનું જીવિત અપૂર્ણ છે, પુરુષ વિના સ્ત્રીનું અપૂર્ણ છે. “ પુરૂષ જ્યારે સ્ત્રીયુક્ત થાય ત્યારેજ તે સંપૂર્ણ થાય છે, તે માટે સ્ત્રીને તેની અર્ધાંગના કહે છે. સ્ત્રી તેના ઘરનો સાર છે, માટે જ તેને ગૃહિણી કહે છે. સ્ત્રીએ પતિને દેવ તરીકે માનવો એમ છે ખરું, પણ તેથી પતિની તે ગુલામ છે એમ અર્થ નથી, પણ નિરંતર તેના મિત્ર જેવી છે, અને તેની અનુકૂલતા પ્રમાણે વર્તનારી છે. જે ધર્મકૃત્ય કરવાનાં છે તે પુરૂષ કરે છે, ને તેમાંથી સ્ત્રીને પણ ફલ મળે છે, પણ પુરૂષ પોતે સ્ત્રી વિના ધર્મકૃત્ય કરી શકતો નથી. આટલા માટે સ્ત્રી

૧૧