આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩
સંસ્કાર-ભાગ-૩.

કન્યાનું દાન ધર્માચરણ માટે કરું છું. હવેથી એ કન્યા મારી નથી,” આનું નામ કન્યાદાન. કન્યાની માતા પણ તેજ પ્રમાણે એ દાનનું અનુમોદન કરે છે. પછી જે વિધિ થાય છે તે વરકન્યા જાતે જ કરે છે, ને મંત્ર આદિ બોલવાના હોય તે સ્નાતક વર પોતેજ બોલે છે. આ વાત પણ જણાવે છે કે લગ્ન કેટલી વિદ્યા ભણ્યા પછી, ને કેટલી મહાટી વયે થતાં હશે. પાણિગ્રહણ થયા પછી વર પૂછે છે “કન્યા કોણ આપે છે? કોને આપે છે?” ને ઉત્તર કહે છે કે “કામ આપે છે, કામને આપે છે. એમ ઉભયે તે સંબંધને કેવલ પ્રેમરૂપી કામથી થયેલો અને પરસ્પરને અતિશય આનંદ કરવાવાળો સમજી સ્વીકારે છે, પછી કન્યાનો પિતા વરને દાન દક્ષિણાદિ આપે છે, તેમ બ્રાહ્મણોને પણ સંતોષે છે. એ પછી વરકન્યા માહરામાં બેસે છે, ને ત્યાં નાતજાતના રીવાજ પ્રમાણે ગમે તેવી નિર્દોષ પણ પ્રેમોદ્દીપક રમતો થાય છે; તથા મદનફલ (મીંઢળ)નું બંધન થાય છે, અને એમ વરકન્યા એક એકને નિરંતરને માટે પ્રેમથી બંધાયાનું ચિન્હ કરી બતાવે છે. એ કૌતુકાચાર. પછી વરકન્યા અગ્નિને સાક્ષી રાખી, તેમાં હોમ કરે છે, અને અન્યોન્ય પ્રતિજ્ઞાઓ કરી બંધાય છે. વર કહે છે કે હું તને સૌભાગ્ય માટે ગૃહરક્ષા માટે, પ્રજા માટે, ધર્માચાર માટે, નિત્ય સંબંધથી ગ્રહણ કરું છું. કન્યા તે વાત સ્વીકારે છે, ને બ્રાહ્મણો તે જોડાને આશીર્વાદ આપે છે. એ હોમ કર્મ થયા પછી પથ્થર ઉપર કન્યાનો પગ વર મૂકાવે છે અને કહે છે કે આ પથ્થર જેવી પતિવ્રતમાં દ્રઢ થજે, અને અસદાચરણને પથરની પેઠે સામી લઈ દૂર રાખજે. એમ કહ્યા પછી કન્યા લાજાહોમ કરે છે, ને તેનો હેતુ તેનો વર જણાવે છે કે “ આ સ્ત્રી લાજાહોમ કરે છે, ને મારા વર ઘણું જીવો, તથા તેનાં અને મારા સંબંધી મારા વડે સુખી થાઓ એમ ઇરછે છે.” એ પ્રમાણે હોમ કરે છે ને મંગલ ફેરા ફરે છે. પછી સપ્તપદીની છેવટ ક્રિયા થાય છે ને લગ્નની પવિત્ર ગાંઠ દઢ બંધાય છે. “સત્પુરૂષો સાત ડગલાં સાથે ચાલે કે મિત્ર થાય છે,” તેમ વરકન્યા સાત પગલાં સાથે ચાલે છે, ને પગલે પગલે વર કન્યાને, એક એક અધિકાર આપતો ચાલે છે. પોતાનાં પાન, અન્ન, ધન, આરોગ્ય, સર્વમાં તેને સરખો ભાગ લેનારી ઠરાવો, તેને છેવટ પોતાની ઈચ્છામિત્ર કહી પ્રતિજ્ઞા પૂરી કરે છે. વરકન્યા એક એકને ચરૂભક્ષણ કરાવી પ્રેમમહિમાએ પ્રેરેલા સંબંધની પ્રત્યક્ષપ્રતીતિ કરાવે છે. તેમને ધ્રુવાદિ દર્શન કરાવવામાં આવે છે, તેમાં પણ અસ્મારોહણ જેવોજ હેતુ છે, કે ધ્રુવ જેમ નિશ્ચલ છે તેમ પરસ્પરના પ્રેમમાં નિશ્ચલ રહેજો. આ વિવાહવિંધનું રૂપ છે, ને તે કર્મ કોઈ શુભ દિવસે શુભ યોગ હોય