આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
બાલવિલાસ.

ત્યારે થાય છે; એવા પ્રસંગને જ્યોતિષમાં લગ્ન કહે છે, માટે આખા વિધિને પણ લગ્ન કહેવામાં આવે છે; તથા “સમે વરતે' માટે હસ્ત મેળવવા “સાવધાન” રહો એમ કહેવાનો હેતુ પણ તેજ છે, આ પ્રમાણે જે સંબંધથી સ્ત્રી પુરૂષ બંધાય છે તે ઘણો પવિત્ર છે, અને કોઈ દિવસ પણ છૂટી શકતો નથી. દેવ બ્રાહ્મણાદિના સમક્ષ વર અને કન્યા જે જે પ્રતિજ્ઞાઓ કરે છે તે તેમનાથી કદાપિ છૂટાતી નથી માટે જ લગ્નનું કામ પૂરી સમજ વિના કરવાનું નથી, અને હાલના સમયમાં જે રીતિ ચાલે છે તે યોગ્ય નથી. બીજા દેશમાં લગ્ન જેમ એક સાધારણ કરાર છે, ને વરકન્યાની ઈચ્છા થાય ત્યારે તૂટી શકે છે, તેમ આપણા દેશમાં નથી. આટલી બધી શ્રદ્ધાથી અને દેવાદિની સાક્ષીથી કરેલો સબંધ એટલો પવિત્ર ગણાય છે કે તે તૂટી શકતો નથી, ને તૂટી શકે તો પાપ પેદા કરે છે.

સંસ્કાર-ભાગ-૪

લગ્ન થયા પછી સ્ત્રી પુરૂષ ગૃહસ્થાશ્રમમાં રહે છે. સ્ત્રીને ઋતુ પ્રાપ્ત થાય તે પછી તેના પતિનો સંબંધ થઈ શકે. તેમાં પણ શાસ્ત્રે અમુક દિવસો નિષિદ્ધ ગણ્યા છે તે વિના શુભ દિવસે જે યોગ થાય તેમાંથી પ્રજા ઉત્પન્ન થાય છે, ને બે જણાનો પ્રેમ જેમાં ભેગા થઈ એકત્ર થયો હોય એવું મનુષ્ય ઉભયને આનંદ આપે છે. આ સંસ્કારને ગર્ભાધાન કહે છે. એના ઉપર આપણા લોક સંપૂર્ણ લક્ષ આપતા નથી. તેથી અયોગ્ય ભોગમાં પડી શરીર અને મન વણસાડે છે એટલું જ નહિ, પણ નિબંલ અને નિસ્તેજ, તથા અલ્પ આયુષ્યવાળી પ્રજા પેદા કરે છે. એ પછી પુંસવન સંસ્કાર કરાય છે, એટલે કે જે ગર્ભ રહેલો છે, તેનું રક્ષણ થાય તથા તેમાં વિર્ય પરાક્રમ ઈત્યાદિ આવો સંસ્કાર કરવામાં આવે છે; આ સંસ્કાર પણ હાલમાં યથાર્થ થતો નથી, માત્ર એને બદલે કાંઈ પણ સમજ્યા વિના રાખડી બાંધવાને રીવાજ ચાલે છે, તે પછી ચોથે, છઠ્ઠે કે આઠમે મહીને ગર્ભિણીને સીમન્તોનયનનો સંસ્કાર કરાય છે. સીમંત એટલે ચોટલાનો સેંથો, તેને તેનો પતિ અમુક પ્રકારે હોળે છે, ને બ્રાહ્મણો સીમંતિનીના તથા તેના ગર્ભના રક્ષણ માટે સ્તુતિ કરે છે, તથા આશીર્વાદ આપે છે. પછી જેનાં બાલક જીવતાં હોય એવી સૌભાગ્યવતી સ્ત્રીઓ ગર્ભિણી ને મંગલાચાર, આશીર્વાદ ઇત્યાદિ કરે છે. એમાંથીજ રીસાઈ જવાનો,