આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫
સંસ્કાર ભાગ-૪.

મામેરાનો, ઈત્યાદિ ચાલ ઉભા થયા છે. શાસ્ત્રમાં જે હોય છે તે ઉપરાંત લોકાચારથી ઘણીક વાતો સંસ્કારોમાં ભળી જાય છે, પણ બધા ચાલનું મૂલ સંસ્કારમાંથી મળી શકે છે. કેટલેક ઠેકાણે આ સંસ્કારની જોડે બલિ એટલે એક હોમ પણ કરવાનો શાસ્ત્રસંપ્રદાય છે; એનેજ આધારે લોકો નારાયણબલિ આદિ કરે છે, પણ તે વાસ્તવિક રીતે સીમન્તની સાથે કરવાની આજ્ઞા છે. સંસ્કાર માત્ર સાથે બ્રાહ્મણ ભોજન તો હોયજ છે.

ગર્ભિણીને પ્રસવ થાય તે પછી પાછા ચાર સંસ્કાર, પેદા થયેલા બાળકને કરવાના છે. જન્મતાની સાથે, બાળકનો પિતા, નાળ વધેરતા પૂર્વજ સુવર્ણની સળીથી પથર ઉપર ઘી તથા મધ ઘશી, તેજ સળીથી બાલકના મોંમાં જરાક મૂકે છે એનું નામ જાતકર્મ, જે આજે પણ ગળથૂથી રૂપે ચાલે છે. જન્મ્યાને તેમ મુવાને લીધે અશૌચ એટલે તન અને મનનું મલિનપણું પેદા થાય છે, જેના અનેક અનેક વિચાર શાસ્ત્રમાં છે; પણ સૂતક એવું જે નામ છે તે તો ખરું જોતાં જન્મ્યાથી થતા અશૌચનુંજ નામ છે, ને મુવાથી થતા અશૌચને તો શાવાશૌચ કહે છે, પછી બાલકનું નામ પાડવાનો પ્રસંગ આવે છે. અગીઆરમે બારમે, કે તે પહેલા સારે દિવસે નામ પાડવું. તેમાં પણ કેઇ વર્ણનું કેવું પાડવું, ને સ્ત્રી પુરૂષનું કેવું પાડવું, એને બહું વિવેક છે આનું નામકરણસંસ્કાર, જે આજે પણ છઠ્ઠીને નામે ચાલે છે, ચોથે મહીને બાલકને ઘર બહાર ફરવા કાઢવાનો સંસ્કાર થાય છે, તેને નિષ્ક્રમણ કહે છે ને છ મહીને અન્ન ખવરાવવા માંડવાના અન્નપ્રાશન સંસ્કાર જેને બોટણ કહે છે તે કરાય છે. પછી બીજે ત્રીજે કે પાંચમે વર્ષે ચૌલસંસ્કાર થાય છે. પણ તે પુત્ર હોય તો તેનોજ થાય. ચૂડા એવું શિખાનું નામ છે, તે ઉપરથી માથું મુંડાવાને જે રીવાજ આજે પણ કોઈ તીર્થમાં જઈ બાધાને નામે લોક કરે છે, તેને ચૌલ કહે છે. એને પછી ઉપનયન આવે છે. આપણે પહેલા ભાગમાં કહી ગયા છીએ. કેટલાક લોક ઉપનયનની સાથેજ ચૌલ કરાવે છે. આ પ્રમાણે જુદા જુદા સંસ્કારનું રૂપ છે, ને એમાંથી આપણા રીત રીવાજ સમજવાં સહેલાં પડે તેમ છે. દેશ કાલને અનુસરતાં જે જે વાત યોગ્ય અને સારી લાગે તે કરવી એમાં લાભ છે.

સ્ત્રીત્વ. ભાગ-૨


જગતમાં જેટલા પ્રકારની કોમલતા, જેટલા જેટલા પ્રકારની દયા, અને