આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૬
બાલવિલાસ

જેટલા જેટલા પ્રકારની પ્રીતિ થઈ શકે છે, તે બધાને સાર કાઢીને સ્ત્રીનું નિર્માણ કરેલું છે. તેનું શરીર ગમે તેવું હોય પણ તેનાં મન અને હૃદય અત્યંત કોમલ અને તેથી સર્વને પલાળવાને સમર્થ કરેલાં છે. આપણે જ્યાં જોઈશું ત્યાં સ્ત્રીઓની આવી શક્તિનાં આપણને પ્રમાણ મળશે. જો કે સ્ત્રીઓને નામે કીર્તિસ્તંભ રચાયા નથી, કે તેમનાં નામ જગતમાં બહુ પ્રસિદ્ધિ પામ્યાં નથી, તો પણ જેટલાં પ્રસિદ્ધ નામ છે, જેને જેને માટે કીર્તિsસ્તંભ ઉભા થયેલા છે, તે બધા પુરૂષનું પરાક્રમ, પોતાનાં બલ, અને બુદ્ધિ કરતાં પોતાને રક્ષણ કરનાર કોઈ સ્ત્રીના પ્રેમમાંથીજ ઉત્પન્ન થયેલાં છે, એમ તેમનો ઈતિહાસ જોતાં સિદ્ધ થાય છે. કોઇ અતિ પ્રેમાલ માતાના પ્રેમથી, તો કોઈ અતિ રસમય પાનીના પગથી, એમ કેાઈને કોઈ પ્રકારે સ્ત્રીથીજ સર્વ વીર્યવાન નીવડયા છે. સ્ત્રીઓ આ જગતની પ્રવૃત્તિનું અતિ ગૂઢ તેમ અતિ અગત્યનું કારણ છે. આવી જે મહાશક્તિ સ્ત્રીઓમાં છે તેનું ખરું કારણ તેમના પ્રેમબલ વિના બીજું કાંઈ નથી. પ્રેમ અને તેને અંગે જે કોમલતાની અપેક્ષા છે તે જ સ્ત્રીઓના બલનું બંધારણ છે. સર્વ પ્રકારની ઝીણું એટલે મર્મને લાગે તેવી લાગણીઓ, વૃત્તિઓ, એ સર્વે. સ્ત્રીઓનામાંજ હોય છે, ને તે પણ તેમના અતિ પ્રેમયુક્ત સ્વભાવનું જ પરિણામ છે. એથીજ કરીને સ્ત્રીઓ ગમે તેવી અભણ હોય તોપણ, કોઈ વાતનો મર્મ જલદીથી પકડી લે છે; તો જે ભણી ગણીને વિવેકી થઈ હોય તેની મર્મ સમજવાની શક્તિ અને પ્રેમ અસારવાની સ્વાભાવિક વૃત્તિમાં કહેવુંજ શું?

ઘરમાંજ સ્ત્રીઓનું રાજ્ય છે, માટે જ તેમને ગૃહિણી એટલે કે કોઈપણ ઘર બંધાયું તેની મુખ્ય સાચવનારી કહી છે. સ્ત્રીપુરુષના ચોગથી જે ઘર બંધાય છે તેનું રક્ષણ કરવાનું કામ સ્ત્રીનું જ છે. પુરુષ જે જે પેદા કરી લાવે તેને યથાર્થ રીતે કેળવવું, તે યથાર્થ રીતે સર્વને ભોગવાવવું, અને પુરૂષ ને સંસારના વિકટ ત્રાસવાળાં કર્મોથી નીરાંતે વિસામો લેવાનું અતિ આનંદમય સ્થાન પોતાના ઘરને બનાવવું એ સ્ત્રીનું કામ છે. એ કામ અતિ વિશાલ અને ગાઢ પ્રેમવૃત્તિ વિના કદી થઈ શકતું નથી. સર્વને સુખી કરવા માટેજ જેનું જીવન છે, જેની પાસેથીજ સર્વે પ્રેમરૂપ દેવી અમૃતની આશા રાખે છે, તેને કેટલી સહનશક્તિ, ને કેટલી ઉતારતા રાખવાની અપેક્ષા છે ? નકામાં નકામાં કજીયા કંકાસનાં કારણ તેના લક્ષમાં પણ આવતાં નથી, ને કેાઈની ભુલ હોય તો તે પણ તુરત તે દરગુજર કરે છે.