આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮
બાલવિલાસ.

પત્નીધર્મ ભાગ-૩
૧૦

शुश्रूषस्वगुरुनकुरुप्रियसखीर्तिसपत्नीजने भतुर्विप्रकृतापिरीषणतया मास्म प्रतीपंगमः । भूयिष्ठं भव दक्षिणा परिजने भाग्येष्वनुस्से किनी यान्त्येवंगृहिणीपदंयुक्तयोवामाः कुलस्याधयः॥

શકુંતલાને સાસરે વળાવતી વખતે કવિ ઋષિએ કહેલા આ અતિ ઉત્તમ ઉપદેશનો અર્થ સર્વ કન્યાઓએ સંસાર માંડવા સમયે નિરંતર સ્મરી રાખવા જેવો છે. એનો અર્થ એ છે કે “હે બેટા ! તું તારાં ગુરૂજનની સેવા કરજે, સોકય સાથે પ્રિય સખી જેવો ભાવ રાખજે, ભર્તાએ કદાપિ ન ગણકારી હોય તો પણ રેષથી કાંઈ વિરુદ્ધ આચરણ કરીશ નહિ, પરિજન સાથે અતિ દાક્ષિણ્ય રાખજે ને ભાગ્દયોયમાં ફૂલાઈ જઇશ નહિ. આ પ્રમાણે સમજીને વર્તનારી યુવતિઓ ગૃહિણીના પદને પામે છે, ને એમ ન કરનારી પોતાના કુલને મહા દુઃખ રૂપ થઈ પડે છે.

પરણીને સાસરે ગયા પછી પ્રથમ કામ એ છે કે જે ગુરૂજન હોય તેમની સેવા કરવી, સેવા કરવી એટલે તન અને મનથી અત્યંત ભક્તિ અને પ્રેમ રાખી નિરંતર તેમના ભલામાં પ્રવર્તવું, તેમને સારૂ થાય તેમ કરવું, તેમની આપણા ઉપર પ્રીતિ વધે તેવો માર્ગ લેવો, અને તે સર્વ રીતે સુખી થાય તેમ વ્યવહાર કરવો. ખોટા અભિમાનથી કે પોતાના પીઅરની કોઈપણ જાતની ખરી કે મનાતી મહોટાઈના ડેાળથી તેમની સાથે કદાપિ વર્તવું નહિ. જેવી પોતાના સાસરાની સ્થિતિ હોય તેવાં જ પોતે પણ થઈ જવું અને સર્વે પ્રકારે એમ વર્તવું કે જેથી એ કુટુંબનાં બધાં માણસને એમ લાગે કે આ વહુ ઘરમાં આવવાથી આપણને બહુ બહુ પ્રકારે સુખ મળ્યું છે ને લાભ થયો છે. પતિની સેવા એકનિષ્ઠાથી ને એક બુદ્ધિથી એવી રીતે કરવી કે તન અને મન તેનેજ શરણ ગણવાં, તેનાથી કશું આવું સમજવું નહિ, તેને એક પોતાની પ્રીયસખી જેવો તેમ પોતાના કોઈ ઉત્તમ વડીલ જેવો સમજવો. આખા જીવિતમાં એક પળ પણ મનથી કે તનથી પતિથી જુદાં થવાય એટલે દુ:ખ સમજવું, એટલું પાપ સમજવું, ને એમ અપૂર્વ પ્રેમધર્મ સાચવી શુદ્ધ