આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮: બંસરી
 

જિગરમાં છરી ભોંકી દીધી નહિ હોય એમ કેમ કહેવાય ? છરી વાગતાં બરાબર તેણે મારા નામનો પોકાર કર્યો હોય એમ શું સંભવિત નથી ? મારી ખાતરી થવા લાગી કે બંસરીએ આપઘાત કર્યો. આવી ખબર હોત તો હું તેની સાથે લગ્ન કરવા કદી ના ન પાડત. ખરે, મારે માથે ખૂનનો આરોપ આવ્યો તે શું છેક ખોટો કહી શકાય ? ન્યાયની દૃષ્ટિએ એટલું તો કહેવું જ પડે કે મારા ના કહેવાથી જ બંસરીએ પોતાનો જીવ આપ્યો હતો. મેં ખરેખર છરી ભોંકી તેનું ખૂન કર્યું હોય અગર આવી રીતે તેને નિરાશ કરી તેને જ હાથે તેના હૃદયમાં છરી ભોંકાવી હોય - એ બંને કાર્યો વચ્ચે મહત્વનો શો ભેદ હતો ? હું જ ગુનેગાર છું. એમ જ્યારે મેં જ્યોતીન્દ્રને મોંએ કહ્યું ત્યારે હું એક સત્યનો ઉચ્ચાર કરતો હતો. એની હવે મને પ્રતીતિ થઈ.

‘પરંતુ આપઘાત કર્યો હોય તો એનું શબ તો નજરે ચઢે ને ?’ મેં જરા રહી સુધાકરને પૂછ્યું.

‘તું છેક સુધી અક્કલ વગરનો રહ્યો. શબને કૂવામાં કે નદીમાં નાખી દેતાં કાંઈ વાર લાગે છે ? જમીનમાં દાટી દેતાં કાંઈ હરકત આવે છે ? સગાંવહાલાંમાં જે કોઈ અક્કલવાળું હોય તો તેમ કરી પણ નાખે.' સુધાકરે જણાવ્યું.

‘પરંતુ તેઓ મારે માથે ખૂનનો આરોપ કેમ મૂકે ?’ મેં પૂછ્યું.

‘ગમે તે કોઈને માથે આરોપ મૂકવામાં શી હરકત ? ખાસ કરીને તારું નામ દઈ તે ગુજરી ગઈ. તરત બધાને કલ્પના થઈ આવે કે ખૂન કરનાર તું જ હોઈશ.’

‘ત્યારે તું માને છે કે હું ખૂની નથી ?’

'હરગિજ નહિ. એટલું જ નહિ પણ હું તે પુરવાર કરવા માટે તૈયાર રહીશ.’

‘તું શી રીતે પુરવાર કરીશ ?’

‘જો, તે કે મેં વકીલાત કરી નથી. એટલે આપણાથી કોર્ટમાં તો ઊભા રહી બચાવ થશે નહિ. પરંતુ એ બચાવ કરવા માટે મેં સારામાં સારા વકીલ નવીનચંદ્રને રોકી પણ દીધો છે.'

‘એમ ?’ આશ્વર્યથી હું પોકારી ઊઠ્યો. આવા ભારે ફી લેનારા પ્રથમ પંક્તિના વકીલને મારાથી તો રોકાત નહિ. આ જૂના મિત્રની ઉદારતાનો ઝરો આજે ફૂટી નીકળવાથી મેં તેની સાથે ચલાવેલા અયોગ્ય વર્તન માટે મને ફરી પસ્તાવો થયો.

‘સુધાકર ! તારી અનીતિ, તારો જુગાર અને તારો શરાબ - એ બધું