આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી સલામ
૩૯
 

પ્રભુનામ ભજતો એણે પારાધિ સંહારિયો રે ૧૫
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો જી !
 – સો સો રે સલામું૦

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં, પૃથવીનાં પેટમાં ને,
અસૂરો કહીને કાઢ્યાં વનવાસ જી;
જીવતાને કાજે જુદી નરકું બંધાવિયું ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી – ૨૦
 – સો સો રે સલામું૦

[૧]સમર્થોથી સત્તા સંતો, ધુતારાની ધૂતણબાજી,
કુડિયા ગુરુની કૈં કૈં કરામાત જી;
એની તો વણાવી ધીંગી ધરમધજાઓ ને
ભાંડુ કેરે રગતે રંગી ભલી ભાત જી
 – સો સો રે સલામું૦

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં ને ૨૫
ધરમ-ધજાને ક્યારે સિંચાણાં હો જી;
રુદામાં શમાવી સરવે રુદન–પિયાલા વાલાં


  1. ૧.૧. આ બધા જુલમો ધર્મને નામે થઈ રહેલ છે એ ભાવાર્થ.