આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
બાપુનાં પારણાં
 

હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો જી.
 – સો સો રે સલામું૦

રથના સારથિડા સુણજો સાધુ ને ગુંસાઈ સરવે !
‘કડાકા કરે છે રથની ધરીઓ હો જી, ૩૦
જુઓ જુઓ જુગનો ભૈરવ ઊભો વાટ ખાળી આજે.
ભીતર નિહાળો, હરિ કર્યા પળિયો હો જી
 – સો સો રે સલામું૦

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો ને
ધરમ કેરાં ધારણ–કાંટા માંડે હો જી;
[૧]સતને ત્રાજવડે મારાં કલેજા ચડાવિયાં મેં, ૩પ
શીશ તો નમાવ્યું શાસન–દંડે હો જી
 – સો સો રે સલામુંo

હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો જી :
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે વાલાં !
રખે કોઈ રોકે નયણાં રડીને હો જી !
 – સો સો રે સલામું૦


  1. ૧.૧. મહાત્માજીના શબ્દો : 'I have laid down my life in
    scales of juistice.'