આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતી માગે છે ભોગ
૫૭
 


સૂતાં રે સ્વપનામાં અમે સાંભળ્યું
'ધરતી માગે છે ભોગ ! ’

પડઘા પડ્યા રે ખંડેખંડમાં
ઘન ઘન સૂસવ્યા પવન;
અંધારી રાત્યુંનો મારો સાયબો
આઘે વીંઝે ગાઢાં વન–ઊંડી રે૦

દીધા રે ટકોરા એણે દ્વારમાં,
ભાંગ્યા એણે ભોગળોના ભાર;
વેણું રે વગાડી વસમા સૂરની,
સાયબાના ઝણેણ્યા સિતાર–ઊંડી રે૦

'નિંદરનાં ઘેરાણાં તમે જાગજો !’
ગરજ સાહેબનો સવાલ;
'આગ્યુંનાં ઓરણાં તમે ઊઠજો !
'કબરૂંનાં ઊઠો રે કંકાલ !–ઊંડી રે૦

‘જાગો હો બળહીણાં બંધુબેનડી !
‘આપણાં આવ્યાં છે ટાણાં,
'ઊઠો હો ખંખેરી ખોટી નબીકને !'
'મુગતિનાં વાયે રે વાણાં–ઊંડી રે૦