આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ મું
દાઝ્ચા ઉપર ડામ
 


સમક્ષ પોતાનો કેસ રજૂ કરી શકતા નથી, કારણ તેમને જાસૂસી હુલ્લડખોરી અને બીજા અપમાનોના ભોગ બનાવવામાં આવ્યા છે.’ શ્રી. વલ્લભભાઈએ કમિશનરસાહેબને એક જાહેર ભાષણમાં ખાતરી આપી કે જો તેમની ઇચ્છા હોય કે બારડોલીના ખાતેદારોની સભા બોલાવવી તો બારડોલીના ૧૭,૦૦૦ ખાતેદારોની સભા બોલાવી આપવા પોતે તૈયાર છે, પણ સાથે સાથે એ પણ જણાવ્યું કે વહેમ અને અવિશ્વાસના પ્રચલિત વાતાવરણમાં મિ. સ્માર્ટના હાથ નીચેના અમલદારોને લોકો દૂરથી જ નમસ્કાર કરવાના છે. છતાં એકવાર કલેક્ટરે લોકોની ઉપર આગ અને હિંસાના જે આરોપો મૂક્યા હતા તે આરોપો કમિશનરે ન મૂક્યા તેને માટે શ્રી. વલ્લભભાઈએ તેમનો આભાર માન્યો. ખેડાના ‘ચળવળિયાઓ’ ખેડામાં મહેસૂલ ન ભરવા દે એ આરોપના સંબંધમાં તો શ્રી. વલ્લભભાઈએ મિ. સ્માર્ટને યાદ દેવડાવ્યું કે જો આ ચળવળિયા પ્રલયપીડિત ગુજરાતની વહારે ન ધાયા હોત, અને તેમને પોતાના જીવના જોખમે, અન્ન, વસ્ત્ર, વાવવાનાં બી, વગેરે વખતસર ન પહોંચાડ્યાં હોત તો સરકારનું તંત્ર તો ભાંગી પડ્યું હોત, અને ખેડૂતો વાવણી વખતસર ન કરી શકત એટલે સરકારને એક કોડી મહેસૂલ પણ ન મળી શકત. વળી એમ પણ જણાવ્યું કે આ જ ચળવળિયા હતા તો સરકારે આપેલાં નાણાંનો સદ્વ્યય થયો, ઘણે ઠેકાણે સસ્તાં બી અને લાકડાં વગેરેની દુકાનમાંથી એ લોકોને લીધે જ સરકાર પૈસા બચાવી શકી.

પણ આ વિપરીત બુદ્ધિથી પ્રેરાયેલા કાગળથી દેશમાં થયેલા ખળભળાટનું દર્શન ગાંધીજીના લેખ જેટલું ભાગ્યે જ ક્યાંય વ્યક્ત થતું હતું. એ લેખ અહીં લોકલાગણીના માપ તરીકે જ નહિ પણ ગાંધીજી દરેક પ્રસંગે બારડોલીની લડતના મુદ્દાની ચોખવટ કરવાને કેટલા આતુર હતા, અને લોકોને મર્યાદામાં રાખવાની કેટલી કાળજી ધરાવતા હતા તે બતાવવાને માટે અક્ષરશઃ અહીં ઉતારું છું :

“બારડોલીની લડતનો રંગ જામ્યો છે. ખાલસાની નોટિસો જે ઝપાટાથી અપાઈ રહી છે તે જોતાં એમ લાગે છે કે આખો બારડોલી

૧૩૯