આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ જું
ભક્ષણનીતિ
 


આખા દેશને માટે કાયમની જમાબંધી કરવાની ભલામણ કરી હતી, પણ એ ભલામણ કાગળ ઉપર જ રહેલી અને પાછળથી તે કાગળ ઉપરથી પણ રદ કરવામાં આવી. ભાગ્યે જ બીજો એવો ઇલાકો હશે કે જ્યાં જમીનમહેસૂલના દર મુંબઈ ઇલાકા જેટલા આકરા હોય, અને મુંબઈ ઇલાકામાં પણ એવા ભાગ બીજા નથી કે જ્યાં સરકારધારો ગુજરાત જેટલો વધારે હોય. રાવ બહાદુર જોષીએ જમીનમહેસૂલના પ્રશ્ન ઉપર પચીશેક વર્ષ ઉપર એક લેખમાળા બહાર પાડી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ઇલાકામાં બીજા કોઈ પણ ઇલાકાના કરતાં માથાદીઠ જમીનમહેસૂલનો દર વધારે છે (એટલે કે માથાદીઠ બે રૂપિયા), એકરદીઠ દર ગુજરાતના જિલ્લાઓમાં વધારેમાં વધારે છે (એટલે કે એકરે રૂપિયા ચાર), અને ગુજરાતમાં પણ સુરત જિલ્લામાં વધારેમાં વધારે છે (એટલે કે એકરે પાંચ રૂપિયા નવ આના). બારડોલીનો જ દાખલો લઈએ તો જમીનમહેસૂલ ૧૮૬૪ થી વધતું જ ગયું છે : ૧૮૬૬-૬૭ પહેલાં રૂ. ૩,૧૮,૧૬૨ હતું તે ૧૮૬૬-૬૭ માં રૂ. ૪,૦૦,૯૦૯ થયું, ૧૮૯૭-૯૮માં રૂ. ૪,૫૮,૩૧૭ અને ૧૯૨૩-૨૪ માં રૂ. ૫,૧૪,૭૬ર થયું. તેમાં શ્રી. જયકરે ૩૦ ટકા વધારો સુચવ્યો, મિ. ઍંડર્સને ર૯ ટકા સુચવ્યો, સરકારે ૨૨ ટકા સૂચવ્યો, અને પછી ર૨ ના ૨૦ ટકા કીધા.

સરકારનો કાયદો જમીનમહેસૂલ ખેતીના નફા પ્રમાણે આકારવાનું કહે છે. પણ ખેતીનો નફો નક્કી કરવાનું કોઈને સૂઝ્યું નથી, અથવા તો ખેતીમાંથી નફો થાય છે કે કેમ એ તપાસવાની કોઈને જરૂર જ જણાઈ નથી. જમીનમાંથી ઉત્પન્ન દહાડેદિવસે વધતું જાય છે એમ તો કોઈ અમલદાર કહેતો નથી જ, પણ કોઈ માલની કિંમત વધી છે એ કારણ આપે છે, તો કોઈ તાલુકાની આબાદી લોકોનાં ઘરબાર અને બીજી બાહ્ય સ્થિતિમાં મહેસૂલ વધારવાનું કારણ જુએ છે, કોઈ ગણોત અને વેચાણના આંકડા ઉપર પોતાનું મંડાણ માંડે છે તો કોઈ સુધરેલા રસ્તા અને વધેલી બજારની સગવડ ઉપર પોતાનો આધાર રાખે છે, કોઈ લોકોએ

દારૂ પીવાનો છોડ્યો એ હકીકતને સબળ કારણ માને છે તો કોઈ

૧૧