આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧ મું
લોકશિક્ષણ
 


વસ્તુ એકે નથી, એ તેમણે લોકોને સમજાવવા માંડ્યું. સરદારની અહિંસા ઉપર એક અણધારી દિશામાંથી ટીકા આવી છે કે સરદારનાં તીખાં અને ધગધગતાં ભાષણોમાં અહિંસા નહોતી. સરદારે તો સ્પષ્ટ કહ્યું છે કે ‘આધ્યાત્મિક’ અહિંસાને આ જન્મે પહોંચીશ કે નહિ તેની મને ખબર નથી, મને તો વ્યાવહારિક અહિંસા આવડે છે, અને મારા જેવા જાડી બુદ્ધિના ખેડૂતો આગળ એવી જાડી અહિંસા જ મૂકું છું, સૂક્ષ્મ અહિંસા તેમનું ભાગ્ય હશે તો તેઓ આગળ ઉપર સમજશે. ભાષણોની ટીકા કરનારાને એટલું જ કહી શકાય કે એમનાં આકરાંમાં આકરાં ભાષણ પણ લોકોને શાંત રાખવાના હેતુથી પ્રેરાયેલાં હતાં. પણ આની ચર્ચા આ સ્થાને ન કરું. ‘વીર વલ્લભભાઈ’ નામના મારા પુસ્તકમાં આની જરા વિસ્તારથી મેં ચર્ચા કરી છે.

સરદાર લડતની કળામાં નિપુણ હતા એટલું જ નહિ પોતાના સૈનિકોનું જોર જાણતા હતા, અને તેના જોરનું માપ કાઢી કાઢીને આગળ પગલાં લેતા જતા હતા.