આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
‘બારડોલી દિન’

“મોટું મહાભારત યુદ્ધ થઈ ગયું તે પણ ૧૮ દિવસમાં પતી ગયું હતું. પરંતુ બારડોલીના લોકો કે જેમણે હાથમાં લાકડી પણ કદી પકડી નથી, તેમણે ચારચાર મહિનાથી આટલી તોપબંદૂકવાળી સરકારને હંફાવી એ તમારી ઇજ્જતનો મોંઘો વારસો તમે ભવિષ્યની પ્રજા માટે રાખી જશો.”

ડતને ચાર મહિના થઈ ગયા હતા. ચાર માસમાં બારડોલીના લોકોએ સ્વપ્ને પણ ન ધાર્યું હતું એટલા તેઓ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. પણ એ પ્રસિદ્ધ થવાનું ભાન તેમને ન હતું એ જ તેમના સત્યાગ્રહને શોભાવનારી તેમજ સાચવી રાખનારી વસ્તુ હતી. પ્રસિદ્ધિને માટે કરતા હોત તો ક્યારના તેઓ પડી ચૂક્યા હોત.

‘બારડોલી દિન’ આખા દેશમાં ઊજવવામાં આવ્યો, ગુજરાતનાં તો સેંકડો ગામે એ દિવસ ઊજવ્યો, સ્ત્રીઓ અને પુરુષોએ ફાળા કરીને બારડોલી પહોંચાડ્યા. બારડોલીના સત્યાગ્રહીઓએ ૨૪ કલાકનો ઉપવાસ કર્યો અને પ્રાર્થના કરી. મુંબઈના યુવકોના ઉત્સાહનો તો પાર નહોતો. તેમણે ઘેર જઈ ને ઉઘરાણાં કર્યાં, અને સરદારને મુંબઈ આવે ત્યારે ભેટ ધરવાની આલેશાન તૈયારીઓ રાખી. નેતાઓની સહાનુભૂતિ તો હતી જ, અનેક સ્થાને ‘બારડોલી દિને’ અનેક નેતાઓએ સભાઓ ભરી હતી. પણ સ્વ. લાલાજીએ ‘બારડોલી દિન’ નિમિત્તે ચિરસ્મરણીય સહાનુભૂતિ

૧૭૮