આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


બહુ ભારે થઈ જતો અટકાવવા ખાતર નહિ, પણ વધારો કરવા માટે જ તેણે આ આંકડાનો ઉપયેાગ કર્યો છે.

ઉપરના નિર્ણય ઉપર પોતે આવેલા હોવાથી શ્રી. કુંઝરુ, વઝે અને ઠક્કર એ અભિપ્રાય ઉપર આવ્યા : ‘ફરી તપાસની માગણી સંપૂર્ણ રીતે ન્યાયી છે,’ અને ‘વીરમગામ તાલુકાની થયેલી નવી આકારણીનો ફરી વિચાર કરવાનું સરકારે બહાર પાડ્યું છે એટલે બારડોલીની આકારણીનો પણ ફરી વિચાર કરવાનો કેસ જવાબ ન આપી શકાય એવો મજબૂત બને છે.’

શ્રી. વઝેએ એક વિશેષ નોંધ પણ બહાર પાડી હતી, જેમાં તેમણે ‘બારડોલીની વર્તમાન લડત શુદ્ધ આર્થિક લડત છે અને સામુદાયિક સવિનય ભંગના એક અંગરૂપ નથી’ એ વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યો. ‘મારી તપાસથી મને સંતોષ થયો છે કે આ પ્રવૃત્તિના સંચાલકો બારડોલીના ખેડૂતોને જે ક્રૂર અન્યાય થયેલો તેઓ સાચી રીતે માને છે તે દૂર કરવા માટે પેાતાથી બને તેટલો પ્રયત્ન કરવા ઉપરાંત બીજા કોઈ પણ હેતુથી આ લડત આગળ ચલાવવા પ્રેરાયેલી નથી. આ લડતમાં વ્યાપક રાજદ્વારી હેતુ બિલકુલ નથી, છતાં તેવા હેતુનું સરકાર આરોપણ કરે છે તે અતિશય અયુક્ત અને અન્યાયી છે.’

આ નિવેદને જુદાજુદા રાજદ્વારી પક્ષના નેતાઓ ઉપર બહુ અસર કરી. હિંદી વર્તમાનપત્રોમાંથી થોડાંક ઢચુપચુ હતાં તેમની પણ સહાનુભૂતિ સત્યાગ્રહીઓ પ્રત્યે તથા લોકોની માગણીના વાજબીપણા વિષે તેમજ એાછામાં ઓછું અમુક તો તેમને મળવું જ જોઈએ એ વિષે વિનિત પક્ષ સુદ્ધાં બીજા મંડળોનો મત સંગઠિત કરવામાં બીજી કોઈ પણ વસ્તુ કરતાં વિશેષ ફાળો આ નિવેદને આપ્યો. આ સંબંધમાં શ્રી. મણિલાલ કોઠારીએ કીધેલો તનતોડ પ્રયત્ન અહીં નોંધવા જેવા છે. તેઓ અનેક પક્ષના નેતાઓને મળ્યા. તેમને બારડોલીના કેસથી અને બારડોલીની પરિસ્થિતિથી વાકેફ કર્યા. આનું સુંદર પરિણામ આવ્યું. એક પછી એક આ દરેક નેતાએ પોતાના વિચાર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યા, અને પ્રજાને એ જ સંબંધમાં વિચારતા કરી મૂકી. પંડિત મોતીલાલ નેહરુએ

૨૨૦