આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

પોતાની લડતમાં થોડી સફળતા મળી છે ખરી, પરંતુ હવે જે ખેડૂતો મહેસૂલ નથી ભરતા તેમના ઉપર કાયદેસર પગલાં લેવાવા માંડ્યા છે. સર માઈકલ ઓડવાયર જેવા માણસો તો ધૂંઆફુંઆ થઈને કાયદો પૂરા જોસથી અમલમાં મુકાવો જોઈએ એવી બૂમો પાડવા લાગ્યા.

વ્હાઈટહૉલ, સિમલા અને મુંબઈ વચ્ચે કેવા તારવ્યવહાર ચાલ્યા હશે, વ્હાઈટહૉલથી થયેલા દબાણને લીધે કેવા લશ્કરી વ્યૂહ રચાયા હશે એ બધા વિષે તો શું કહી શકાય ? એ તો કોઈ ભવિષ્યના ઇતિહાસકારને પ્રસ્તુત સમયનાં સરકારી દફતર તપાસવાનાં મળી આવશે તો બારડોલીમાં સરકારની કસોટીને પ્રસંગે તેણે કેવા છૂપા ભેદ રચ્યા હતા તે ઉપર અજવાળું પડશે. પરંતુ તેમની બાહ્ય હિલચાલો ઉપરથી તેમનાં દિલમાં જે ભડક પેસી ગઈ હતી તેની ઠીક કલ્પના આવી શકતી હતી. તાલુકામાં સશસ્ત્ર પોલીસ સારી સંખ્યામાં એકઠા કરવામાં આવ્યા હતા, અને જોકે નવા નિમાયેલા પોલીસ સુપરિન્ટેન્ડન્ટને તો પાછો બોલાવી લેવામાં આવ્યો હતો — આવી રીતે ભડકી જઈને પગલાં લેવાની તેણે ના પાડી હતી તેથી — છતાં આ બધા ઉપરથી સરકારના ઇરાદા વિષે કોઈ શંકા રહેતી નથી.

આમ વિવિધ બળો દરેક દિશાએથી પોતાની અસર પાડી રહ્યાં હતાં તેને પરિણામે, રેવન્યુ મેમ્બર મિ. રૂ જાતે તપાસ કરવા અમદાવાદ ગયા હતા તેમના ત્યાંથી પાછા આવ્યા પછી સરકારી મંત્રીઓની એક ‘યુદ્ધપરિષદ’ થઈ તેને પરિણામે ૧૩ મી જુલાઈએ ના. ગવર્નર ના. વાઇસરૉયને મળવા સિમલા ગયા. લોકોના સેવક રહેવાને બદલે લોકોના સ્વામી થઈ પડેલા અમલદારોથી ગવર્નરસાહેબ બહુ વખત સુધી દોરવાયા હતા. પોતાની કારકિર્દી તેમણે એવી રીતે શરૂ કરી નહોતી. જ્યારે સર લેસ્લી ગવર્નરના પદ ઉપર આવ્યા ત્યારે બોરસદનો સત્યાગ્રહ ખૂબ જોશમાં ચાલી રહ્યો હતો, તે વખતે તેમણે જરા પણ વિલંબ કર્યા વિના હોમ મેમ્બર સર મોરીસ હેવર્ડને એકદમ બોરસદ મોકલ્યા હતા, અને ત્યાંની પરિસ્થિતિ ઉપર તેમનું નિવેદન માગ્યું હતું. આ

૨૩૦