આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ૨. વસ્તીમાં ૩,૮૦૦ નો વધારો થયો છે.

૩. ખેતીવાડીનાં સાધનો, ગાડાં અને દૂઝણાં ઢોરોમાં વધારો થયો છે.

૪. પહેલા ‘રિવિઝન’ પછી અનેક પાકાં મકાનો વધ્યાં છે, જે ઉપરથી લોકોની સમૃદ્ધિનું માપ મળે છે.

પ. કાળીપરજ લોકોમાં કેળવણી અને દારૂનિષેધથી તેમની સ્થિતિમાં સુધારો થયો છે.

૬ . અનાજ અને કપાસના ભાવમાં અસાધારણ ઉછાળો થયો છે.

૭. ખેતીની મજૂરી બમણી વધી ગઈ છે.

૮. જમીનની કિંમતમાં વધારો જ થતો જાય છે, અને ગણોતના પ્રમાણમાં જમીનના આકારમાં ઘટાડો થતો જાય છે.

પણ ૩૦ ટકાનો વધારો સૂચવવામાં જે કારણ શ્રી. જયકરને વધારે માં વધારે મહત્ત્વનું લાગ્યું તે તો એ હતું કે ૩૦ વરસ ઉપર જમીનમાંથી ઉત્પન્ન થતા પાકની કિંમતમાં ઊંંચા ભાવને લીધે સને ૧૯૨૪ માં રૂ. ૧૫,૦૮,૦૭૭ નો વધારો થયો છે.

આ રિપોર્ટ ૧૯ર૬ ની શરૂઆતમાં પ્રસિદ્ધ થયો. ‘પ્રસિદ્ધ થયો’ કહેવામાં મારી ભૂલ થાય છે. આ રિપોર્ટો પ્રસિદ્ધ થતા જ નથી. એક અગાઉના ઍસિસ્ટન્ટ કલેક્ટર શ્રી. શિવદાસાનીએ ૧૯૨૮ ના માર્ચ મહિનામાં ધારાસભામાં કરેલા પોતાના ભાષણમાં જણાવ્યું હતું તેમ : “સેટલમેન્ટ ઑફિસિરના રિપોર્ટની નકલો લોકોમાં જોઈએ એટલી પ્રસિદ્ધ જ થતી નથી. તાલુકા કચેરીમાં એક નકલ રાખવામાં આવે છે, અને ખેડૂતો તે વાંચી લેશે અને તેના ઉપર પોતાના વાંધાઓ મોકલી આપશે એમ માની લેવામાં આવે છે. . . . આ રિપોર્ટ ઘણીવાર તો અંગ્રેજીમાં જ હોય છે. . . . અરે, એકવાર તો મને એવી ખબર મળી હતી કે કેટલાક તાલુકાઓમાં મામલતદારે લોકોને નકલ પણ લેવા દીધી નહોતી.” બારડોલી રિપોર્ટ પણ આ જ અર્થમાં પ્રસિદ્ધ થયો હતો, એટલે કે તાલુકા કચેરીમાં જઈને જેને એ જોવો હોય તે જોઈ આવે. બારડોલી તાલુકાની સમિતિએ આ રિપોર્ટની

‌૧૮