આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


થશે ? તેની સામે આવા જ શુદ્ધ સત્યાગ્રહ કરી શકશો ? ૧૯૨૧ માં દારૂ પર ચોકી શરૂ કરેલી, પણ આપણાએ જ તે વખતે ત્રાસ છોડાવ્યો હતો. જેઓ પોતે પીનારા હતા તેમણે જ બીજાના પર જુલમ ગુજાર્યો, તેથી જ તે કામ બંધ કરવું પડેલું.

રેંટિયાશાસ્ત્રી બનો

ત્યારપછી રેંટિયા પર આવીએ. રેંટિયા વિષે તમારી શ્રદ્ધા જામેલી છે? તમને એટલી શ્રદ્ધા બેઠી છે કે રેંટિયા ન હોત તો આ લડત શક્ય જ ન બનત ? રાનીપરજમાં કેટલાક સુંદર સેવકોએ રેંટિયાથી સારી છાપ પાડી અને તેમની પ્રીતિ સંપાદન કરી હતી એ વસ્તુ જો સમજ્યા હો તો રેંટિયાશાસ્ત્રી થવા તૈયાર થશો ? રામ કે અલ્લાહનું નામ લેતા કે મૂંગા મૂંગા રેંટિયાનું કામ કરશો ? આજ આખા દેશમાં ત્રાક સુધારનાર માત્ર છ કે સાત માણસ છે. ઠરડ વિનાની ત્રાક હોવી જોઈએ એ શેાધ તો રેંટિયાયુગ શરૂ થયો ત્યારથી જ થઈ. માઇસોર રાજ્ય તરફથી રેંટિયાની પ્રવૃત્તિ થઈ રહી છે. તેમણે પણ સીધી ત્રાક બનાવવાનો પ્રયત્ન કરી જોયો છે, ત્યાંથી નમૂના આવ્યા પણ બધી ત્રાકો પાછી મોકલવી પડી. લક્ષ્મીદાસ શુદ્ધ ત્રાક માટે જર્મની સાથે પત્રવહેવાર કરી રહ્યા છે. જો દરેકને રસ પડી શકે તો સૌ પોતપેતાને હાથે કરી લઈ શકે. ત્રાક સીધી કરતાં જો દરેકને આવડે તો કેટલું સરળ કામ થાય ? રેંટિયાપ્રવૃત્તિમાં આવી જે બેચાર આંટી છે તે ઉકેલીએ તો આજ રેંટિયા મારફત ઘણું વધારે કામ લઈ શકીએ. એ કામમાં સરદાર તમને રસ પાડી શકશે? અથવા તમે કહેશો કે વલ્લભભાઈ એવું કામ નહિ બતાવે, એ તો પેલો સાબરમતીવાળો લપલપ કર્યા કરશે ? પણ તેને એ સિવાય બીજું કંઈ ન આવડે ત્યારે શું કરે ?

દલિત કોમોનો કોયડો

તે પછી ભયંકર કોયડો અંત્યજનો છે. તેમાં જ દૂબળાઓનો પ્રશ્ન સમાઈ જાય છે. રાનીપરજ સાથે ઉજળિયાત કહેવાતો વર્ગ ઓતપ્રોત થઈ શકશે? એ ન કરી શકો તોપણ શું તમને ભાસે છે કે તમે સ્વરાજ લઈ શકશો? શું તમને લાગે છે કે એકવાર સ્વરાજ મળશે એટલે પછી તેવા હઠીલાઓને મારી મારીને તમે સીધા કરી દેશો ?

જીતનો સાચો ઉપયોગ

જો આ જીતને આખા હિંદુસ્તાનને મુક્ત કરવામાં વાપરવા માગતા હો તો આ અને આવા બધા જ કોયડાઓનો ઉકેલ કાઢ્યે જ છૂટકો. જો આ નહિ ને બીજું કંઈ રચનાત્મક કામ તમે જાણતા હો તો ભલે તે કરો. લડાઈ તો થોડીવાર ચાલીને પાછી મંદ પડવી જ જોઈએ, પણ લડવાની

૨૮૨