આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
ગૂંચઉકેલ ?
 

 ૯. જ્યાં જમીનમાં અમુક પ્રકારનો ખાસ લાભ હોય તેટલા ખાતર જ ગણોત અપાતું હોય. દાખલા તરીકે અડાજણમાં ર૭ ગુંઠા ક્ષેત્રફળનું અને ૧૦ રૂપિયા આકારનું એક ખેતર ૫૦ રૂપિયા ગણોતે અપાતું હતું. એનો ખુલાસો આપતાં પારસી ગણોતિયાએ કહ્યું કે મારી તાડીની વાડી એ ખેતર પાસે છે અને એ ખેતરમાં ઉત્તમ મીઠા પાણીનો કૂવો છે જે મારા મજૂરોને માટે બહુ સગવડકર્તા છે, અને એ પાણીને માટે જ ૫૦ રૂપિયા આપુ છું.
૧૦. કેવળ બીજાને બતાવવાની ખાતર ગણોતની રકમ ખોટી અથવા ભરાતી હોય તે કરતાં વધારે લખેલી હોય એવાં ગણોતો;
૧૧. ખાસ કબૂલાતથી થયેલાં ગણેતો. ચોર્યાસી તાલુકાના રૂંઢ ગામે ૪૦ એકરનું એક ખેતર એક કોળણે ગણોતે રાખેલું, એનું મહેસૂલ રૂ. ૬૮-૬, એનું ગણોત ૧૦૦૧ રૂપિયા ! આ ગણોત બીજાની સાથે ભેળવવામાં આવે તો ગણોતનો સરાસરી દર અતિશય વધી જાય, અમલદારો આગળ આવીને બાઈએ ખુલાસો કર્યો કે હજાર રૂપિયા મેં ઘાસના ઊંચા ભાવ વખતે કબૂલેલા, પણ આપુ છું રૂપિયા છસો, છેલ્લાં ત્રણચાર વરસથી તો મારા ઘરેણાં વેચીને ગણોત ભરું છું; વાણિયાએ મને કહેલું કે આ ગણોતપટ ચાલુ રાખીશ અને દર વર્ષે ગણોત ખરેખર ભરીશ તો દશ વીધાં જમીન તને મફત કાઢી આપીશ, આ લાલચે મહેસૂલ ભર્યા કરું છું !

અમલદારો પોતાની તપાસમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમતેમ તેમણે જોયું કે ઉપર જણાવેલાં ગણત્રીમાં ન લેવાનાં ગણોતો શ્રી. જયંકરે બાદ કર્યાં નહોતાં, એટલું જ નહિ પણ ઉપરના ૧૧ પ્રકારનાં ગણોતને માટે તો તેમણે કશો વિચાર કર્યો હોય એવો જરાય પુરાવો નહોતો. શ્રી. જયકરે તો પોતાના રિપોર્ટમાં લખ્યું કે ૧૯૦૧ થી ૧૯રપનાં બધાં ગણોતા તેણે ચાળીને સાફ કરીને ઉતાર્યા છે. અમલદારો આ વચનની ધૃષ્ટતાથી આભા બન્યા. આ વસ્તુ જ અશક્ય છે એમ તેમણે જોયું. જેટલાં ગામો જોઈ શકાય તેટલાં જ ગામમાં છેલ્લાં થોડાં વર્ષનાં ગણોતો વિષે માહિતી મેળવી શકાય ― ૨૫ વર્ષની માહિતી

૩૩૩