આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


સ્થિતિ ઉપર તો મહેસૂલમાં વધારો થઈ શકે એમ નથી, ગણોતોના આંકડા તો સાવ પાયા વિનાના અને ખોટા માલૂમ પડ્યા છે. એટલે ગામડાંનું વર્ગીકરણ આખું રદ કરવું જોઈએ, અને અમે તો ૫૦ ગામ તપાસ્યાં છે એટલે આખો તાલુકો તપાસાય નહિ ત્યાં સુધી આખા તાલુકાના દર અમારાથી નકકી થાય નહિ એટલે જૂના મહેસૂલના દર અને ગામડાંના જૂના વર્ગ કાયમ રહે એવી અમારી ભલામણ છે.

પણ અમલદારોને એ વાત ન સૂઝી. એમને લાગ્યું કે પોતે જેટલી સામગ્રી — ગણોતોની – શેાધી છે તે ઉપરથી મહેસૂલના દર પણ નક્કી કરવા જોઈએ, અને એ નકકી કરવા માટે એમણે પોતાના સિદ્ધાન્તો નવા ઘડ્યા. આ પ્રકરણના આગલા ભાગમાં ગણોતોના જે અગિયાર પ્રકાર આપ્યા છે, તે ગણોતમાંથી કોની કેટલી કિંમત હોવી જોઈએ એ તેમણે નક્કી કયું, અને દરેક ગામ વિષે એમણે ગણોતનાં નવાં કોષ્ટક તૈયાર કર્યા, જેમાં પાંચ વિભાગ પાડ્યા. મહેસૂલના બમણાથી એાછાં, બમણાથી વધારે, તમણાથી વધારે, ચારગણાથી વધારે, પાંચગણાથી વધારે ગણોતો. આમાં જે ગણોતો તેમને ન ગણવા જેવાં લાગ્યાં તે તેમણે આસાધારણ તરીકે બાદ રાખ્યાં, અને બીજાં ગણોતો ઉપલા ખાનામાં મૂક્યાં, અને તેમ કર્યા પછી એ ઉપરથી પોતાને સામાન્ય ગણોતનો દર કેટલો લાગે છે એ કાઢીને દરેક ગામમાં જૂનું મહેસૂલ ગણોતના કેટલા ટકા છે એ હિસાબ કાઢ્યો. અને એ ટકા ઉપર નવા દરોની ભલામણ કરી. મહેસૂલ ગણોતના ૫૦ ટકા હોવું જોઈએ કે ઓછા હોવું જોઈએ એ પ્રપંચમાં અમલદારો પડ્યા જ નહિ, જોકે સરકારે અત્યાર સુધી એમ મનાવવાનો ડોળ કર્યો છે કે ચોખ્ખા નફાના વધારેમાં વધારે પ૦ ટકા મહેસૂલ લેવાય છે, અને ટેક્સેશન ઇંક્વાયરી કમિટીએ અને લૅંડ રેવેન્યુ ઍસેસમેંટ કમિટીએ ભલામણ કરી છે કે ચોખ્ખા નફાના વધારેમાં વધારે ૨૫ ટકા જેટલું મહેસૂલ હોવું જોઈએ. આનો નિર્ણય આપવાનું માથે ન લેતાં અમલદારોએ મનસ્વી રીતે અમુક મહેસૂલ આ તાલુકાએ એ આપવું જોઈએ એવો

૩૩૬