આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


અવશ્ય દુ:ખીદુખી થઈ જાય, કારણ તેઓ બીજો ધંધો કરી ન શકે. તેથી મારો અભિપ્રાય એવો છે કે ગણોતને દિશાસૂચક તરીકે ગણવાં, આકારણીના કુલ આધાર તરીકે નહિ. આ જ સિદ્ધાંતને અનુસરીને આજ સુધીની બધી નવેસર મહેસૂલઆકારણીઓ થઈ છે, અને એમાં ફેરફાર કરી નવો ચીલો શા સારુ પાડવો એને સારુ હું કશું કારણ જોઈ શકતો નથી. આકારણીઅમલદારને તેનું કામ કરવાને જે નિયમો ઘડી આપવામાં આવેલા છે તે જ ચાલુ રહેવા જોઈએ.”

હવે એક જ વધુ ઉતારો હું ટાંકીશ, અને તે તમારો પોતાનો તમે ખેડા જિલ્લાના કલેક્ટર તરીકે અભિપ્રાય આપેલો :

“જમીનોનાં ગણોત એ મહેસૂલ આકારણી ઠરાવવાના કામને સારુ પૂરતો આધાર નથી. ઓછામાં ઓછું હિંદુસ્તાનના ભાગમાં તો નર્યા આર્થિક કારણોને આધારે ગણોત નક્કી થતાં નથી. વસ્તી ગીચ હોય ત્યાં જમીન માટે હરીફાઈ ચાલે છે. એવી હરીફાઈમાં ઘણીવાર ખેડૂતો કિંમત કરતાં વધુ આપે છે. જો એમ પૂછતા હો કે તો પછી એ લોકો ગુજારો કેમ કરતા હશે, તો એનો જવાબ એ છે કે મોસમ વીત્યે નવરાશના દિવસોમાં એ લોકો દોડીદપાટી કરે છે, બળદ અને ગાડાની મદદથી ભાડાં કરે છે, ઢોર રાખી ધીદુધ વેચે છે વગેરે. જમીનમાં ખાતર નખાયું હોય, મહેનત કરી સુધારી હોય, કૂવા હોય, ઇત્યાદિ કારણોથી જમીનજમીનની કિંમતમાં ફેર પડે છે. ઘણી જગ્યાએ ખેડૂતો ચોકસ ભાવના અગર લાગણીઓને વશ વર્તીને પણ પોતાની જમીનને વળગી રહે છે, અને આર્થિક દૃષ્ટિએ તેના તે પગલાનો કોઈ રીતે બચાવ થઈ શકે તેવું હોતું નથી. તેથી એમ સૂચવું છું કે ગણોત સિવાય બીજો જ કંઈક આધાર શોધવો એ વધુ વાજબી છે.”

આ બધાં કથનો સરકારને દફ્તરે પડેલાં છતાં ભવિષ્યમાં મહેસૂલ- આકારણીના એકમાત્ર આધાર તરીકે ગણોતના દરોને સરકાર સ્વીકારશે એવી અપેક્ષાથી સેટલમેંટ કમિશનરે ગ્રહણ કરેલી આ અવનવી રીત વિષે તમે સાવ અજ્ઞાન બતાવો છો એ જોઈ હું ભારે નવાઈ પામું છું. મારું નિવેદન છે કે બારડોલી તાલુકાના ગણોતપટાઓ, જેમના ઉપર સેટલમેંટ કમિશનરે પોતાની ગણતરીઓ બાંધી છે તેમાંનો ઘણો મોટો ભાગ ઉપર ટાંકેલા ઉતારાઓમાં વર્ણવ્યા છે તેવા એટલે આધાર માટે ગણતરીમાં ન લઈ શકાય તેવા પ્રકારના છે.

૬. સેટલમેંટ અમલદારની તેમજ સેટલમેંટ કમિશનરની ભલામણોને સરકારે જે હળવી કરી છે તેમાં પણ સરકાર ખેડૂતોને ન્યાય આપવાની

૩૬૪