આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાધાનીનો પત્રવ્યવહાર
 


અને જો એ અમલદારોને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તો જૂના મહેસૂલમાં કેટલો વધારો અથવા ઘટાડો થવો જોઈએ તે જણાવવું.

તપાસ સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર થનાર હોવાથી લોકોને તેમના પ્રતિનિધિઓની, કાયદાના સલાહકારો સુદ્ધાંની મદદથી જુબાનીઓ આપવાની ને તપાસવાની છૂટ રહેશે.

3

ધારાસભાના સભ્યોએ મહેસૂલખાતાના સભ્યને નીચેનો પત્ર લખ્યો હતો :

પૂના, ઑગસ્ટ ૭, ૧૯૨૮
 
ના. મહેસૂલખાતાના સભ્ય જોગ,

સાહેબ,

બારડોલીના સવાલ વિશેના મુખ્ય મુદ્દાનો નિકાલ સંતોષકારક આવ્યો હોવાથી અમને આશા અને વિશ્વાસ છે કે સરકાર

(ક) બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકશે,
(ખ) જપ્ત કરેલી બધી જમીન પાછી સોંપશે,
(ગ) રાજીનામાં આપનાર બધા પટેલતલાટીઓને ફરી તેમની જગ્યાએ લેશે.

લિ સ્નેહાધીન,
 (સહી) એ. એમ. કે. દેહલવી
દાઉદખાન સાલેભાઈ તૈયબજી
ભા સાહેબ (કેરવાડાના ઠાકોર)
ભીમભાઈ આર. નાયક
એચ. બી. શિવદાસાની
જે. બી. દેસાઈ
એમ. કે. દીક્ષિત

મહેસૂલખાતાના સભ્યે ઉપલા સભ્યોને નીચેનો ઉત્તર આપ્યો હતો :

સાહેબો,

તમારા તા. ૭ મીના કાગળના સંબંધમાં જણાવવાનું કે સરકાર તેના ખાસ અધિકારની રૂએ બધા સત્યાગ્રહી કેદીઓને છૂટા કરશે અને ખુશીથી તમારી બીજી વિનંતિ મંજૂર રાખનારા હુકમો કાઢશે. તલાટીઓ અને પટેલો ઘટતી રીતે અરજી કરશે તો તેમને માફી આપવામાં આવશે.

લિ. સ્નેહાધીન,
જે. એલ. રૂ