આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


નાની ભટલાવ. છેલ્લાં બે જુનવાણી અને નાની ભટલાવ રાનીપરજનાં ગામો છે.

આ વિભાગમાં કડોદ સિવાય બાકીનાં બધાં ગામોમાં ક્યારની પ્રતિજ્ઞાપત્ર પર સહી થઈ ગઈ છે. બેત્રણ ગામ સિવાય બીજે કોઈ પણ ઠેકાણે પ્રતિજ્ઞાપત્ર પર સહીઓ થવામાં વિલંબ થયો નથી અને મુશ્કેલી આવી નથી. અત્યારે તો કડોદ સિવાય બધાં ગામો સરકાર સામે ગમે તેવી સખત લડત લડવા તૈયાર છે.

બામણી ગામે સત્યાગ્રહનો પ્રથમ પડકાર આ તાલુકામાં કરેલો અને તે આ લડતને અંત સુધી શોભાવશે. બીજાં બધાં ગામો પણ ખુવાર થઈને ટેક પાળે એવાં છે. અમારા સુંદર વિભાગમાં કોઈ કાળો ડાઘ હોય તો તે કડોદ છે. કડોદના કેટલાક લોકો મોળા જ નહિ પણ ઊલટી સલાહ આપી લડતને નુકસાન પહોંચાડે એવા છે. પણ ત્યાં પણ ચાર જણને ચોથાઈ દંડની નોટિસ મળી છે અને તેઓ તો તાળાં મારીને બેઠા છે.

સ્વયંસેવકોનું કાર્ય મુખ્ય થાણાએ નિવેદન લાવવાનું તેમજ પત્રિકા-ખબરપત્રો લઈ જઈ પોતાનાં ગામોમાં વહેંચવાનું છે. હવે તો તેમને ભાગે અતિ રસવાળું કામ આવી પડ્યું છે. સરકારે હવે કેટલાક ભાગમાં જપ્તીઓ શરૂ કરી છે. લોકોએ પણ સરકારને તેમના આ કાર્યમાં નહિ ફાવવા દેવા બધા ચાંપતા ઉપાયો લીધા છે. બધી અગવડ વેઠીને પણ આખો દિવસ ઘેરઘેર તાળાં લગાવી રાખે છે. સ્વયંસેવકો નાકાંઓ ઉપર બેસી અમલદાર આવ્યાની ખબર નગારું વગાડી અથવા શંખ ફૂંકી આપે છે. આમ સ્વયંસેવક ભાઈઓ પણ પોતાનો ભાગ અતિ ઉત્સાહથી અને સુંદર રીતે ભજવી રહ્યા છે.”

આ તો એક મહિનાને અંતે તાલુકો કેવી રીતે તૈયાર થઈ રહ્યો હતો તે જણાવી દીધું. દરમ્યાન મહિનામાં શું શું બન્યું તે જોઈએ.

સરકારની સાથે સત્યાગ્રહની લડતમાં પહેલો હુમલો તો સરકારનો જ હોય. તા. ૧પ મી ફેબ્રુઆરીએ સરકારે પહેલો ભડાકો કર્યો. જે તાલુકામાં મહેસૂલ ન ભરવાને માટે ચેાથાઈ દંડની નોટિસો ભાગ્યે જ આપવામાં આવતી હતી ત્યાં વાલોડ અને બાજીપરાના પંદર પ્રતિષ્ઠિત વણિક સજ્જનો ઉપર દશ દિવસમાં નવું મહેસૂલ ભરી

દેવાની નોટિસ પહોંચાડવામાં આવી. આ પછી પચાસસાઠ વણિકો

૬૦