આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩

આર્ય સમાજનો ઉદ્ધાર



એક વાર ઈસા ઈસા બોલ
તેરા ક્યા લગેગા મોલ
ઈસા મેરા રામ રસિયા
ઈસા મેરા કૃષ્ણ કનૈયા
વગેરે વગેરે !

સાંભળતાં જ મુન્શીરામ ચમકી ઊઠ્યા. પૂછ્યું કે 'બેટા, તું આ ક્યાંથી શીખી ? જવાબ મળ્યો કે 'અમારી ખ્રિસ્તી કન્યાશાળામાંથી.' એટલું જ બસ નહોતું. વિશેષ પ્રશ્નો પૂછતાં એવો સાર નીકળ્યો કે આર્ય પુત્રીઓને એ નિશાળમાં પોતાના ધર્મશાસ્ત્રોની નિન્દા પણ શીખવાઈ રહી છે !

એ ખ્રિસ્તી કન્યાશાળાની કથની આવી હતી: જાલંધરમાં એક વૃદ્ધ પહાડી સ્ત્રી રહેતી. સહુ એને 'માઈલાડી' કહી બોલાવતાં, અને હિન્દુ સ્ત્રીઓમાં જે કાંઈ નજીવું અક્ષરજ્ઞાન આવ્યું તે આ 'માઇલાડી'નો જ પ્રતાપ હતેા. મુન્શીરામજીનાં પત્ની પણ એની પાસેથી જ ભણ્યાં હતાં. પછી તો આ બાઈને ખ્રિસ્તીઓએ મોટી લાલચ આપીને પોતાની શાળામાં લઈ લીધી એટલે એની પાસે ભણેલી સ્ત્રીઓ પોતાની પુત્રીએાને પણ એ બાઈની સાથે જ ખ્રિસ્તી કન્યાશાળામાં ભણવા મોકલવા લાગી. એનું પરિણામ આજે ઓચીંતું નજરે જોઈને મુન્શીરામજીનું ખૂન તપી આવ્યું. આર્ય કન્યાઓને શિક્ષણ લેવાનાં સાધનનો આભાવ ભાળીને એનું અંતર વલોવાઈ ગયું, એ વલોવાટમાંથી 'જાલંધર કન્યા મહાવિદ્યાલય' નામની સ્ત્રી-કેળવણીની સંસ્થા નીકળી.