આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


મુસલમાન અધિકારીઓ હતા. બન્ને વર્ગને મન આર્યસમાજ ભયાનક રિપુ સમાન હતો. અને સરકાર પણ પ્રથમથી જ આ આશ્રમની શિક્ષણ-પ્રણાલીના નવા તેજથી એટલી તો ચોંકી ઊઠી હતી કે પાદરીઓની ભંભેરણીને એણે સત્તાવાર સત્યસ્વરૂપ માની લીધી એમાં અચંબો નહોતો. સરકારે તો સંયુક્ત પ્રાંતના એક પ્રવીણ પોલીસ અધિકારીને રોકી આખા આર્યસમાજની ચળવળ પર એક ઐતિહાસિક ગ્રંથ લખાવ્યો કે જેમાં એ મંડળને બન્યું તેટલું નીચે પછાડવાના પ્રયત્નો થયા છે.

પરંતુ એ સરકારી સંશયના ગાઢ અંધારા વચ્ચે, માનવ જાત કલ્પી શકે તેવા બધા કાવાદાવાની સંભાવના વચ્ચે, નિર્ભય વીર મુન્શીરામ પોતાના તપોવનમાં ૐકારના લલકાર કરાવતાં લગારે અચકાયા કે થડક્યા નથી. છૂપી પોલીસના જાસૂસોથી લઈ વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડ સુધીના અનેક સત્તાધીશોએ ગુરૂકુલની મુલાકાતો લીધી. તમામની નજરે એક અને એક જ દૃશ્ય દેખાતું ગયું. તમામે એ ભાગીરથીના તટ ઉપર વેદકાલના આયાવર્તનો અવતાર નિહાળ્યો. અગ્નિહોત્રની જ્વાલા, બ્રહ્મચર્યના તેજપુંજો, ગર્વભર ઉચ્ચ મસ્તક લઈ ફરનારાં મનુષ્યો, છતાં નિઃસંકોચ અને નિરભિમાની અતિથિ-સત્કાર દેખ્યા.

ફેલ્પ્સની નજરે

અને સરકારની સમશ્યાનાં વાદળાં વિખેરનાર એક તેજનો