આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


દેખ્યું. × × × ઉનાળામાં સળગતા મધ્યાહ્ને પણ તે બચ્ચાં ઉઘાડે પગે હમેશાં આનંદથી ચાલ્યાં જાય છે. ઠંડીનો પારો ૪૦ ડીગ્રીએ ઊતર્યો હોય ત્યારે પણ બ્રહ્મચારીઓ તાપણી તાપતા નથી. કેવળ લહેરને ખાતર તેઓ કોઈ કોઈ વાર તો એક દિવસમાં જ બાર ગાઉનું ચક્કર લઈ આવે છે. તરતાં તો ચોથા વર્ગ ઉપરના તમામને આવડે છે અને ઘણા કુમારો તો હરદ્વારથી ગંગાના પ્રવાહમાં પડી, એકી સાથે દોઢ દોઢ ગાઉ સુધી તરી જાય છે; કઠિનમાં કઠિન શારીરિક મહેનતમાં તેઓ હસતા હસતા ઉતરી જાય છે. નદીના વહેનનો ધસારો અટકાવવા માટેની વિશાળ દિવાલ તેઓએ જ સ્વહસ્તે બાંધેલી છે. નદીના તોફાની પૂરથી હરદ્વાર જવાની સડક તૂટી ગયેલી, તેનાં નાળાં અને ગરનાળાં તેએાએ જ જાતમહેનતથી નવેસર બાંધ્યાં હતાં. મુન્શીરામજીએ મને એક વખત કહેલું કે 'હૈદ્રાબાદ તરફ એક વાર ભીષણ જળપ્રલય થયો. કુમારોએ એ સમાચાર છાપામાંથી વાંચ્યા. મેં તેઓને એક શબ્દ પણ નહોતો કહ્યો. પણ તેઓએ મારી પાસે આવીને એક સભા ભરવાની મરજી જણાવી. મેં હા પાડી. પણ હું સભામાં ન ગયો. મને પાછળથી જાણ થઈ કે તેઓએ પંદર દિવસ સુધી ઘી, દૂધ અને દાળ વગર ચલાવી લઈ બચત રકમ એ હોનારતનાં ભોગ થઈ પડેલ માણસોને મોકલવા ઠરાવ કર્યો હતો. અને બલિહારી તો એ હતી કે સ્વામી નિત્યાનંદ નામના એક સંન્યાસીને ફક્ત તે આર્યસમાજી હોવાના જ ગુના