આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


આખી વસુંધરાએ પોતાના વિશાળ કુટુંબની સાર લેવા સાદ દીધો, મુકિત : પરબ્રહ્મ સાથેનું અંતિમ મિલન : એ વેદધર્મે કલ્પેલી છેલ્લી ભૂમિકા : એની મુસાફરીએ ઉપડેલા યાત્રાળુ અંતરિયાળ રોકાઈ જાય નહિ, તે માટે તો જીવનના ચાર આશ્રમો ઠરાવ્યા છે. એમાંના છેલ્યા સન્યસ્ત આશ્રમની અંદર પ્રવેશવાનો સમય મુન્શીરામજીને માટે આવી પહોંચ્યો.

એ માટેની માનસિક તૈયારી સતત ચાલુ હતી પણ એમને રોજીંદા કાર્યો કરતા દેખી કોઈને શંકા જ ન આવે કે એ સદાનો ત્યાગ કરવાના છે. એ જ જૂની લગનીથી પોતે દરરોજની ફરજો અદા કરે જતા હતા. છેવટે સંવત ૧૯૭૪ના વૈશાખ શુદ પડવાનો એ પ્રયાણ-દિન આવી પહોંચ્યા. આગલી સાંજે પહેલાં તો પોતે મુખ્ય બ્રહ્મચારીઓને બોલાવ્યા - ઉપદેશ આપી કરીને વિદાય લેવાનો નિર્દેશ કરવા યત્ન કર્યો પણ વધુ બોલી ન શક્યા, અવાજમાં ફરક પડી ગયો, જલદી વિદાય–બોલ પૂરા કરી લીધા.

એ વિદાય-યાત્રાનું દૃશ્ય અતિ કરુણ હતું. સૌની આગળ મહાત્મા મુન્શીરામજીની વિશાળ મૂર્તિ પીળો દુપટ્ટો ધારણ કરી અને હાથમાં દંડ લઈ ચાલતી હતી. તેની પછી સ્નાતકો, પછી બ્રહ્મચારીઓ વગેરે નિઃસ્તબ્ધ શાંતિથી ચાલતા હતા, ચાલતું ચાલતું સરઘસ જ્યારે અધ્યાપકોનાં કુટુંબો રહેતાં હતાં તે જગ્યાએ આવ્યું ત્યારે મુન્શીરામજીનો પૌત્ર રોહિત 'દાદા ! દાદા !' કરતો અને