આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯

રાજદ્વારે સંન્યાસી



'આંદોલન સખત ચાલી રહ્યું છે, મહાત્મા મુન્શીરામ, કે જેમણે સ્વામી શ્રદ્ધાનંદ એવું નામ ધારણ કર્યું છે, તેણે ગાંધી સાથે સહકાર કર્યો છે. ઘણા ય કાળથી એ પ્રસિદ્ધ ધાર્મિક નેતા રહ્યા, અને સામાજીક સુધારામાં પણ એણે બહુ ખ્યાતિ મેળવી છે. હવે જણાય છે કે એને રાજકીય આંદોલનમાં પણ મશહુર બનવું છે. જોવું છે કે એનામાં સહન કરવાનું કેટલું પરાક્રમ છે. એનો મેાટો છોકરો થેાડો સમય બ્યુનોએરીસ નગર (દક્ષિણ અમેરિકાના એક પ્રજાતંત્રની રાજધાની)માં પ્રસિદ્ધ વિપ્લવકાર …….…….નો મહેમાન પણ બની આવ્યો છે. ને એનો નાને દીકરો દિલ્હીમાં સરકાર વિરોધી ઉગ્ર હિન્દી દૈનિક ચલાવે છે. જોઈએ શું બને છે !'

દિલ્હીશ્વર !

ઈસ્વીસન ૧૯૧૯ ના માર્ચ મહિનાની એ ૩૦મી તારીખ હતી : અને દિલ્હી નગરી પર તે દિવસે સંન્યાસીનાં રાજ ચાલતાં હતાં. અસંખ્ય રાજમુગટોને ધૂળમાં રોળી નાખી રાજકુળોનું વિશાળ સ્મશાન સર્જનાર એ દિલ્હી નગરીએ, તે દિવસ એક નિઃશસ્ત્ર અને એકાકી વૈરાગીની ઇશ્વરી આણ કબૂલી હતી, એની આંગળીના ટેરવા ઉપર હિન્દુ કે મુસલમાન પ્રજાનાં લાખો માનવીઓ મરવા ય મારવા તલપતાં ઊભાં હતાં. અંગ્રેજ સલ્તનત પોતાની પાટનગરીના પાયા ડોલતા દેખતી હતી. અને તે દિવસે રાજસત્તાએ પોતાના વિપુલ લશ્કરને કિલ્લામાંથી બહાર કાઢી દિલ્હી નગરને ચૌટે