આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭

રાજદ્વારે સન્યાસી


એમની ભૂલો બતાવતા એને આપણે દેખ્યા. ૧૯૨૧માં ગાંધીજીની રીતિઓ સાથે મતભેદ પોકારતા દેખ્યા. અંત્યજ ઉદ્ધારની ચળવળમાં ઝંપલાવતા દેખ્યા. મહાસભાની અંદર હિન્દુ–મુસ્લિમો વચ્ચેની ઉપરછલી મેહબ્બતની અંદર ઝીણી ઝીણી ચીરાડ જોતા દેખ્યા. અને આખરે મલબારમાં મેાપલાએાનાં દારૂણ અત્યાચાર પર એની ફાટેલી આંખ ને ચડેલાં ભવાં દેખ્યાં.

૧૯૨૧નો ડીસેમ્બર આવી પહોંચ્યો. અમદાવાદ મહાસભાનો મહાસાગર ઘૂઘવી ઊઠ્યો. પરંતુ સ્વામીજીના વક્ષઃસ્થળમાં તો એ અધિવેશનનું એક તીર આરપાર પરોવાઈ ગયું. અને તે હતું મોપલા પ્રકરણ સંબંધેનું; મોપલાઓના પૈશાચી વર્તાવ પર તિરસ્કારનો એક ઠરાવ આવ્યો અને મુસલમાનો ભભૂકી ઊઠ્યા. ધીરે ધીરે એ ઠરાવ પર સુધારાઓ આવતાં આવતાં ફક્ત “જેટલા મોપલાઓએ બલાત્કારે વટાળ તથા દુરાચાર કર્યો હોય તેટલાને જ માટે.” તિરસ્કાર દાખવવાનો પ્રસ્તાવ ઘડાયો - અને તેની સામે પણ મુસલમાનોએ રોષ દેખાડ્યો. છતાં આખરે મુસ્લિમ અભિપ્રાય જ ફાવ્યો અને ઠરાવ સદંતર ઊડી ગયો. ત્યારથી સ્વામીએ ફાટે નેત્રે નિરખી લીધું કે વાયરા કઈ દિશામાં વાય છે!

૧૨ : ૩: રર ના રોજ, જે વખતે સત્યાગ્રહ સંબંધેનો એમનો સુધારો મહાત્માજીએ પાછો ખેંચાવી લીધો, તે વખતે પોતે મહાસભાનું સક્રિય કામ છોડી દઈ કુરૂક્ષેત્રમાં બેસી