આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯

રાજદ્વારે સન્યાસી


મહાસભાના હાથમાં મૂકેલા એક કરોડ રૂપિયાની કેટલીક બરબાદી દેખીને વલોવાતે હૈયે એણે એક પ્રસંગની ઘટના ટાંકી છે:

'કુરૂક્ષેત્ર ગુરૂકુળથી હું અને ગુરૂકુળના વ્યવસ્થાપક, બન્ને ફક્ત તેર જ ગાઉ ઉપર આવેલા અંબાલા ગામમાં મહાત્માજીના કારાગૃહપ્રવેશની તિથિ - તા. ૧૮ : મે : ૧૯૨૨ - ઉજવવા માટે ત્યાંના મહાસભા સમિતિના મંત્રીના બેાલાવ્યા ઈન્ટર કલાસમાં બેસીને ગયા. આખો દિવસ અને અધરાત સુધી કામ કરીને વળતા પ્રભાતે પાછા કુરૂક્ષેત્ર જવા માટે જ્યાં અમે સ્ટેશન પર આવીએ, ત્યાં મંત્રીએ મારા હાથમાં પહેલા વર્ગની બે ટિકિટ ધરી દીધી. મેં કહ્યું કે “મારે એ વૈભવ ન ખપે; જાઓ ઇન્ટરની ટિકિટ લઈ આવો.' એ ભાઈ કહે કે 'આપ મને આપની સેવા કરતો શીદ અટકાવો છો?” જાણો કે એના આત્માને આઘાત થઈ રહ્યો હતો ! આખરે આગ્રહ અને રકઝકને અંતે ભીતરનો ભેદ ખુલ્લો પડ્યો. મંત્રીએ એક દેશનેતાની વાત કહી : એ નેતાનું નામ હું નહિ આપું : એ નેતા આગલે જ મહિને મારી જ માફક ૧૮મીના ઉત્સવ પર આવેલા અને રાતે પાછા ફરેલા. એમનું રેલભાડું રૂા. ૨પ૦ થી અદકું આવેલું અને એના માટેની ખાસ મોટર ગાડી રોકવામાં આવી તેનું ખર્ચ રૂ. ૨૦૦ નું ચડેલું ! હું હેરત પામી ગયો. મને યાદ આવ્યું કે મહાત્માજીએ એ એક કરોડ રૂપિયા એક જ વર્ષની અંદર પ્રજાહિતમાં ખરચી નાખવાની આજ્ઞા દીધેલી. મહાસભાનાં કાર્યો માટે મૂડી સંઘરવાના સિદ્ધાંતથી એ વિરૂદ્ધ હતા. એણે તો કહેલું કે