આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૩૦



હિન્દની પ્રજા પોતે જ આપણી મૂડી છે અને તેઓની 'શ્રદ્ધા' એ મૂડીનું વ્યાજ છે. માટે આપણે તો દર વર્ષે વ્યાજ જ ઊઘરાવીને વાપરી નાખવું રહ્યું : આ સૂત્રનું શબ્દશઃ પ્રતિપાલન કરનારા એમના ભક્તોએ દેશના દ્રવ્યને કેવું પાણીને મૂલે રેલાવી દીધું તેનું આ દૃષ્ટાંત છે !” [લીબરેટર : ૭ : ૧૦ : ૧૯૨૬ ]



જેલ–જાત્રા


ડસઠ વર્ષની ઉમ્મરે એક નૌજવાનને પણ શરમાવે એવા પરમ ઉલ્લાસથી સંન્યાસીએ જેલ–જાત્રા સ્વીકારી લીધી. કારાગૃહનાં નોતરાં તો એને માટે છેલ્લા ત્રણ વર્ષથી નીકળું નીકળું થતાં હતાં. અને સંન્યાસી એ મિજબાની માણવા માટે ઝૂરતા હતા પણ પ્રત્યેક વાર સરકાર એ નોતરૂં પાછું ખેંચી લેતી હતી. 'બંદીઘર કે બિચિત્ર અનુભવ' નામના પોતાની કારાવાસ-કથાની અંદર પોતે જ લખે છે :

'૧૯૧૯ની ૩૦ મી માર્ચના રોજ દિલ્હીમાં સરકારી ફોજે પ્રજા પર ગોળીઓ ચલાવી, તે દિવસથી બરાબર વીસ દિવસ સુધી હડતાલ પડાવનાર અને નગરીને ઉજ્જડ કરનાર હું જ હતો એમ ચીફ કમીશનર પોતે સમજતો હતો; એણે અન્ય અનેકને 'સ્પેશ્યલ કોન્સ્ટેબલ' બનાવી અપમાન