આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૪૪


દરમિયાન ધર્મસિંહ અને અબ્દુલ રશીદ વચ્ચે તો ઝપાઝપી જામી પડી. ખૂનીએ પોતાના હાથ છૂટા હોવાથી પાંચમી ગોળી ધર્મસિંહ પર છોડી. વીર ધર્મસિંહનો પગ ખેાટો પડી ગયો. એમાંથી લોહી ધધખવા માંડ્યું. બીજો હોત તો બેહોશ બનત, પણ સ્વામીભક્ત ધર્મસિંહે યુધ્ધ ન છોડ્યું. કોલાહલ થઈ ગયો. બને જણા પટકાયા, ત્યાં તો ધર્મપાલ નામનો ગુરૂકુલનો બહાદૂર સ્નાતક દોડ્યો આવ્યો. ખૂનીએ છઠ્ઠો બાર કરવા ઘોડો દાખ્યો. પણ દૈવગતિથી ગોળી ન વછૂટી. ધર્મપાલે એને અરધી કલાક સુધી ચાંપી રાખ્યો. પોલીસ અધિકારી આવી પહોંચ્યા, ખૂનીની જુબાની લીધી. એણે એકરાર કર્યો કે 'હા, એ કાફરને મારીને હું બેહિસ્તમાં જઈશ. મને ત્યાં હુરમ મળશે !'

પા કલાકમાં દાવાનળને વેગે દિલ્હી નગરીમાં આ સમાચાર પ્રસરી ચૂક્યા. લાખો હિન્દુઓનો માનવ-સમુદ્ર સ્વામીજીના નિવાસસ્થલની ચોગમ છલકવા લાગ્યો. એક જ ઉચ્ચાર-અને કતલ ફાટી નીકળત. હિન્દુઓની વેદના તે ઘડી મુસ્લિમ કોમ પર શું શું ન કરી શકત ! પણ નેતાઓએ વારી રાખ્યા કે 'સાવધાન ! સમય ગુમાવશો નહિ. વીરમૃત્યુને શોભે તેવી રીતનું વર્તન કરજો !'

મેદની શાંત પ્રાર્થનાને પંથે ચડી ગઈ. સ્વામીજીના મૃતદેહની સ્મશાનસ્વારીની તૈયારી થઇ. તા. ૨૫ મીના પ્રભાતે બે લાખ નરનારીઓ ભજનકીર્તન કરતાં, ઝાલરો